બાકી પેમેન્ટની ઉઘરાણી કરતા ધમકી અપાઈ
સુરત, તા. ૯
કમિશન એજન્ટ મારફતે ત્રણ પાર્ટી પાસેથી રૂ. ૧૫.૯૮ લાખની સાડી ખરીદી પેમેન્ટ ચૂકવવાને બદલે ધમકી આપનાર બે વેપારી સામે સલાબતપુરા પોલીસ મથકે ફરિયાદ નોîધાઈ હતી.
સલાબતપુરા પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ ટ્રેડીંગ અને કમિશન એજન્ટનો ધંધો કરતા સ઼જય સત્યનારાયણ ખેરાડીએ આરોપી વેપરી કુલાભાઈ બચુભાઈ ઉમરેઠીયા, મિતેશ કુલાભાઈ ઉમરેઠીયા (બાલાકૃષ્ણ હેન્ડવર્ક, ભગીરથ સોસાયટી, વરાછા રોડ)નાને પોતાની ત્રણ પાર્ટી પાસેથી રૂ. ૧૫,૯૮,૬૨૮ની કિંમતની ડાઈડ સાડી અપાવી હતી. આરોપીઓએ સમયમર્યાદામાં પેમેન્ટ નહીં ચૂકવતા ફરિયાદી સંજયભાઈ ઉઘરાણી કરતા આરોપી પિતા-પુત્રે ધાક-ધમકી આપી હતી. સલાબતપુરા પોલીસ ફરિયાદ નોîધી તપાસ હાથ ધરી છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




