દ્વારકા મંદિરની રોકડ આવકમાં થયો ઘટાડોઃ સોનાના દાનમાં નોંધાયો વધારો

0
27

દ્વારકા,તા.૧૪
ગુજરાતના પ્રસિદ્ધ દ્વારકાધીશ જગત મંદિરની ૨૦૧૮-૧૯ની આવક જાહેર કરવામાં આવી છે. જગત મંદિરમાં ૨૦૧૮-૧૯ દરમિયાન રોકડ ૧૨ કરોડ ૧૮ લાખ ૧ હજાર ૭૦૦નું દાન મળ્યું છે. જ્યારે ૮૧૨ ગ્રામ સોનું અને ૪૧ કિલો ચાંદીનું દાન ભગવાનને ચઢાવવામાં આવ્યું છે. ગત વર્ષની સરખામણીએ આ વર્ષે રોકડ દાનમાં ઘટાડો જાવા મળ્યો છે. જ્યારે સોનામાં ૧૨૧ ગ્રામ અને ચાંદીના દાનમાં ૮ કિલોનો વધારો જાવા મળ્યો.
ગુજરાતમાં અંબાજી પછી સૌથી વધુ આવક ધરાવતા મંદિરમાં યાત્રાધામમાં દ્વારકાનો સમાવેશ થાય છે. આ મંદિરમાં ત્રણ વર્ષમાં કુલ ૧૩ કરોડની આવક નોંધાઈ છે. ગયા વર્ષની સરખામણીએ મંદિરની રોકડ ઘટાડો થયો છે, પરંતુ દાનમાં મળેલ સોનામાં વધારો થયો છે. ગયા વર્ષથી સરખામણીમાં મંદિરને ૭૬ લાખ રૂપિયા ઓછા મળ્યા છે. મંદિરને આ વર્ષે ૮૧૨ ગ્રામ સોનુ દાનમાં મળ્યું છે. ગયા વર્ષની સરખામણીમાં મંદિરને ૧૨૧ ગ્રામ સોનાની આવકમાં વધારો નોંધાયો છે. તો બીજી તરફ, મંદિરને મળતી ચાંદીની આવકમાં ઘટાડો થયો છે. આ વર્ષે મંદિરને ૪૧ કિલો ચાંદી દાનમાં મળ્યું છે, જે ગયા વર્ષની સરખામણીમાં ૮ કિલો ઓછું છે.
દાનમાં મળેલ રોકડમાંથી ૮૩ ટકા સેવાપૂજા કરતા પૂજારીને, ૧૫ ટકા દેવસ્થાન સમિતિ અને ૨ ટકા ચેરિટી માટે કમિશનર કચેરીમાં જમા કરાવવામાં આવે છે. આ આવક એપ્રિલ ૨૦૧૮થી માર્ચ, ૨૦૧૯ સુધીની છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY