દ્વારકા,તા.૧૨
હૃદય યોજના અંતર્ગત વિકાસના કામમાં પાર્કિંગના પ્રોજેક્ટનું કામ ચાલતું ત્યારે સમાધિની જગ્યા ખોદી નખાતા સાધુ સમાજ ઉમટી પડતા મામલો ગરમાયો
દ્વારકાના સંગમ નારાયણ મંદિર પાસે આવેલ હિન્દુ સ્મશાનની બાજુમાં ઓખામંડળના સાધુ સમાજની સમાધિની જગ્યા આવેલ છે. ત્યાં સરકારની હૃદય યોજનાના પ્રોજેકટ અંતર્ગત પાર્કિંગની સુવિધાની જગ્યા બનાવવાનું કામ ચાલુ હતુ ત્યારે ત્યાં આવેલા ઓખામંડળના સમગ્ર સાધુ સમાજની સમાધિની જગ્યામાં ખોદકામ થયુ હતુ.
દ્વારકા સાધુસમાજને ખબર પડતા સમાજના પ્રમુખ સહિતના આગેવાનો ભેગા થઇ સમાધિ સ્થાને પહોચ્યા હતા અને ખોદકામ થતું હતુ. તે રોકાવતા વિવાદ સર્જાયો હતો ત્યારબાદ પાલીકા ચીફ ઓફિસર ચેતન ડુંડીયા તેમજ પાલિકા પ્રમુખ જીતેશ માણેક તેમજ સ્ટાફ ઘટના સ્થળે પહોચ્યા હતા.
ત્યાં થોડીવાર સુધી બન્ને પક્ષ વચ્ચે વાદવિવાદ ચાલ્યો હતો. અંતે પાલીકા પ્રમુખદ્વારા સાધુ સમાજના આગેવાનો સાથે ઘટના સ્થળે બેઠક કરી ખોદકામ કરેલી વિવાદ વાળી જગ્યા અંગે સમજુતી કરી આગેવાનોની સમજાવટ કરતા વિવાદ ટળ્યો હતો.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"


