જૂની પરંપરા તોડી દીકરીઓએ માતાની નનામીને કાંધ આપી

0
5

રાજકોટ,તા.૧૨
સામાન્ય રીતે કોઇના મૃત્યુ પછી અંતિમ યાત્રામાં ડાઘુઓ સાથે સ્મશાનમાં મહિલાઓ જતી નથી એવું માનવામાં આવે છે. પરંતુ રાજકોટમાં દીકરીઓએ માન્યતા તોડી સ્મશાનમાં જઇ ‘પુત્ર ધર્મ’ નિભાવ્યો હતો. રાજકોટમાં રહેતા મધુબેન પરમારનું ૮૨ વર્ષની ઉમરે નિધન થયું હતું. ત્યારે તેમની દીકરીઓએ અંતિમ સંસ્કાર કર્યો હતો.
આ મામલે મળતી માહિતી પ્રમાણે મૃતક મધુબેનને સંતાનમાં કોઈ પુત્ર ન હતા. તેમને સાત દીકરીઓ હતી. મધુબેનનું નિધન થતા તેમની સાત દીકરીઓ માતાના અંતિમસંસ્કાર કર્યા હતા. આ દ્વશ્યો જાઇને ગામ લોકોની આંખ પણ ભીંજાય ગઇ હતી.
રાજકોટમાં એવા દ્રશ્યો જાવા મળ્યા જે કિયારેય જાયા નહીં હોય. દીકરાઓની કમી પૂરી કરનારી સાત દિકરીઓએ ૮૨ વર્ષની માતા મધુબહેન પરમારની નનામીને કાંધો આપ્યો છે. પુત્રની ગરજ પૂરી કરનારી સાત દિકરીઓએ પુત્ર બની માતાના અંતિમ સંસ્કાર કર્યા હતાં. મધુબહેનના મોતથી પરિવાર શોકમાં છવાઈ ગયો છે. આ પહેલા પણ ગોંડલ તાલુકામાં આવેલા મોટાદડવા ગામનાં પટેલ નાનજીભાઈ ધનજીભાઈ વસાણી ઉંમર ૭૫ વર્ષે અવસાન થયું હતું તેમની બે દીકરી મનીશાબેન, દયાબેન તેમજ સ્નેહી-સગા સરોજબેન તેમજ લીલાબેનએ કાંધ આપી હતી. એટલું જ નહીં, હૃદય કઠણ કરીને દીકરીઓએ પિતાની ચિતાને મુખાગ્નિ આપી અગ્નિસંસ્કાર પણ કર્યા. આ જાઇને ગામ પણ ભાવુક બન્યું હતું.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY