ઓએનજીસીના કોન્ટ્રાક્ટ બેઈઝ્ડ ડ્રાઈવરો હડતાળ પર ઉતર્યા, ૧૦૦ની અટકાયત

0
132

મહેસાણા,
તા.૧૧/૪/૨૦૧૮

લધુતમ વેતનની માંગ સાથે પાલાવાસણા સર્કલ ખાતે ઓએનજીસીમાં કોન્ટ્રાક્ટ બેઝ્ડસ પર નોકરી કરતાં ડ્રાઈવરો હડતાળ પર ઉતર્યા હતા. અહીં તેમણે ઘરણાં કરીને વેતન વધારવામાં આવી માંગ કરી હતી અને સૂત્રોચ્ચાર કર્યા હતા. પ્રદર્શન કરી રહેલા ડ્રાઈવરોને પોલીસે અટકાયત કરી હતી. અંદાજે ૧૦૦ જેટલા પ્રદર્શનકારીઓને પોલીસે અટકાયત કર્યા બાદ છોડી મૂક્યા હતા.

હડતાળ પર ઉતરેલા ડ્રાઈવરોએ જણાવ્યું હતું કે, માગ છે કે મિનિમમ વેજ અનુસાર અમને ચૂકવણી કરવામાં નથી આવતી. ૨૦થી ૨૫ વર્ષથી ઓએનજીસીમાં કોન્ટ્રાક્ટ પર નોકરી કરતાં ડ્રાઈવરોને લધુતમ વેતન મળતું નથી. કોન્ટ્રાક્ટરો ટેન્ડર પાસ કરે છે તેમાં મિનિમમ વેજ લખેલો હોય છે, એ મળતો નથી. ૩થી ૪ હજાર રૂપિયા પગાર ડ્રાઈવરોને આપીને શોષણ કરવામાં આવે છે.કોન્ટ્રાકરો અને ઓએનજીસીના અધિકારીઓ મળીને ડ્રાઈવરોનું શોષણ કરે છે.

મહેસાણા ઓએનજીસીના એસેટ મેનેજર વી. જે. પંડ્યાએ જણાવ્યું હતું કે, કોન્ટ્રાક્ટરના બસ અને લાઈટ વેહિકલના ડ્રાઈવરોની માંગણીઓ હતી તેના લીડરો આવીને મને મળ્યા હતા. તેમનું વેતન નવા કોન્ટ્રાક્ટમાં વધ્યું છે એ પ્રમાણે આપે. આજે અમે તેનો ઓર્ડર ઈશ્યુ કરીએ છીએ અને કોન્ટ્રાક્ટર પ્રુફ આપશે પછી જ તેનું બિલ પાસ કરીશું.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY