કેવડિયા કોલોની ખાતે બનનારું રેલવેભવન દેશનું પ્રથમ ઇકો ફ્રેન્ડલી ગ્રીન બિલ્ડીંગ બનશે 

0
65

જેની છત પર 200 કિલોવોટ વીજળી ઉત્પાદન કરતી સોલાર પ્લેટો લગાડવામાં આવશે,રેનવોટર,હાર્વેસ્ટિંગ અને સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ, ઇકો વોટરલેશ બાથરૂમ, ઈસ્યુલેટેડ સીસા, દીવાલ બનાવાશે 

રાજપીપળા : કેવડિયા કોલોની ખાતે 20 કરોડના ખર્ચે ભારતનું એકદમ આધુનિક અને ઇકો ફ્રેન્ડલી ભવન બનાવવા માં આવશે જેનું આવતીકાલે બપોરે 1 કલાકે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ખાતમુહર્ત કરશે। ત્યાર થી કામની શરૂઆત થશે જે સીધી 14 મી સપ્ટેમ્બર 2019 ના પૂર્ણ કરી દેવામાં આવશે। સ્ટેચ્યુ ઓફ યુનતી થી માત્ર 5 કિમિ દૂર બનતું આ રેલવેસ્ટેશન થી પ્રદૂષણ ના થાય અને સ્ટેચ્યુ ઓફ યુનિટી ને નુકશાન ના થાય એ માટે તમામ કાળજી લેવામાં આવશે।

નર્મદા બંધ અને સ્ટેચ્યુ ઓફ યુનિટી લઈને પ્રવાસીઓ ની ભીડ વધશે, જેથી પ્રવાસીઓ ના સવલત માટે રોડ ફોરલેન બનાવી દેવાયા છે, ત્રણ એર ટ્રીપ રાજપીપલા બનવા જઈ રહી છે, હવે રેલવે જંકશન પણ બનશે, જેમાં 18 કિલોમીટર ની ડભોઇ થી ચાંદોદ ની બ્રોડગેજ લાઈન ને 32 કિમિ લંબાવી ચાંદોદ થી સીધી કેવડિયા લઇ જવામાં આવશે। જેના માટે એક સ્ટેશન ની જરૂર હોય હાલ કેવડિયા પોલીસ સ્ટેશન સામેની જમીન માં આ સ્ટેશન બનવા જઈ રહ્યુ છે. દેશના વિવિધ રેલવે સ્ટેશન જેવું જ આ સ્ટેશન બનાવવા માં આવશે। પરંતુ આ ઇકો ઝોન હોય આ રેલવે સ્ટેશન ભારત નું પ્રથમ ઇકો ફ્રેન્ડલી ગ્રીન બિલ્ડીંગ બનશે જે બિલકુલ પ્રદુષણ મુક્ત રહેશે, સ્ટેશન માસ્ટર ની ઓફિસ,પ્રવાસીઓ માટે સામાન્ય પ્રતીક્ષા કક્ષ, વીવીઆઈપી પ્રતીક્ષા કક્ષ, વિદેશી પ્રવાસીઓ માટે એક્ઝિકીટીવ લોન્જ બનાવવા માં આવશે પંરતુ એનાથી વિશેસ છે, આ રેલવે ભવન દેશનું પ્રથમ ઇકો ફ્રેન્ડલી ગ્રીન બિલ્ડીંગ બનશે, જેની છત પર 200 કિલોવોટ વીજળી ઉત્પાદન કરતી સોલાર પ્લેટો લગાડવામાં આવશે, સાથે રેનવોટર,હાર્વેસ્ટિંગ અને સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ, ઇકો વોટરલેશ બાથરૂમ, ઈસ્યુલેટેડ સીસા, દીવાલ બનાવાશે આ તમામ ની ખાસ કાળજી લેવાશે એટલે રેલવે ભવન પણ પ્રવાસન સ્થળ જેવું બનાવાશે।

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY