ભાગલા પછી ભારતને પણ હિંદુ દેશ જાહેર કરવાની જરૂર હતીઃ મેઘાલય હાઈકોર્ટ

0
9

સ્થાયી નિવાસી પ્રમાણપત્ર સાથે સંકળાયેલા મામલે સુનાવણી કરતા જ્જની વિવાદિત ટિપ્પણી
કોઈએ ભારતને ઈસ્લામિક દેશ બનાવવાની કોશિશ કરવી નહીં,તમામ ભારતીય નાગરિકો માટે એકસરખો કાયદો બનાવવા અપીલ કરી કે જેથી તેમના પર દેશના કાયદા – બંધારણનું પાલન કરવાની ફરજ પડે,જજની સ્પષ્ટતા… હું મુસ્લિમ વિરોધી નથી
શિલોંગ,તા.૧૩
મેઘાલય હાઈકોર્ટે પીઆરસી એટલે કે સ્થાયી નિવાસી પ્રમાણપત્ર સાથે સંકળાયેલા એક મામલે સુનાવણી કરતા ઘણી સૂચક ટીપ્પણી કરી છે. મેઘાલય હાઈકોર્ટના જસ્ટિસ એસ. આર. સેને કહ્યું છે કે તેઓ સ્પષ્ટ કરી દેવા માંગે છે કે કોઈએ પણ ભારતને બીજા ઈસ્લામિક દેશ બનાવવાની કોશિશ કરવી જાઈએ નહીં. તેમણે કહ્યું છે કે જો આવું થશે, તો ભારત અને દુનિયા માટે આ સૌથી ખરાબ દિવસ હશે.
જસ્ટિસ એસ. આર. સેને કહ્યું છે કે તેમને વિશ્વાસ છે કે વડાપ્રધાન મોદીની સરકાર આવી બાબતોને સમજશે. જ્યાં સુધી કોઈને રાજ્યમાં રહેવાનું મન છે. ત્યાં સુધી તેને પીઆરસી માટે અરજી કરવાનો અધિકાર છે. જસ્ટિસ સેને આ આદેશ અમોન રાણાની અરજી પર આપ્યો છે. મહત્વપૂર્ણ છે કે અમોન રાણાને મૂળ નિવાસી પ્રમાણપત્ર આપવાનો ઈન્કાર કરવામાં આવ્યો હતો.
જસ્ટિસ સેને કહ્યું છે કે જ્યાં સુધી કોઈને રાજ્યમાં રહેવાનું મન છે. ત્યાં સુધી તેને પીઆરસી માટે અરજી કરવાનો અધિકાર છે. હિંદુ, શીખ, જૈન, બૌદ્ધ, ખ્રિસ્તી, પારસી, ખાસી, ગારો અને જેનેત્યા જે ભારતમાં આવી ચુક્યા છે અને જેમને પાકિસ્તાન, અફઘાનિસ્તાન, બાંગ્લાદેશથી ભારતમાં આવવાનું છે. તેની સાથે જ ભારતીય મૂળના લોકો જે બહાર વસવાટ કરી રહ્યા છે. તેમના હિતોને અનુલક્ષીને કાયદો લાવવા માટે કેન્દ્ર સરકાર જરૂરી પગલા ભરે.
અદાલતને આશા છે કે સરકાર ઐતિહાસિક પરિપ્રેક્ષ્યમાં આ આદેશને ધ્યાન પર લઈને આ દેશ અને અહીંના લોકોની સુરક્ષા કરશે. મેઘાલય હાઈકોર્ટના જસ્ટિસ એસ. આર. સેને કહ્યું છે કે તેમની નજરમાં એનઆરસી પ્રક્રિયામાં ગડબડ છે. કારણ કે મોટાબાગના વિદેશી ભારતીય બની ગયા અને મૂળ ભારતીય આમાથી બહાર રહી ગયા.
જસ્ટિસ સેને કહ્યું છે કે જ્યારે દેશનું વિભાજન થયું, તો નેતાઓએ ભાવિ પેઢીઓ અને દેશના હિત સંદર્ભે વિચાર્યા વગર સીમા રેખાઓ નિર્ધારીત કરી દીધી. જેના કારણે આજે સમસ્યાઓ ઉભી થઈ ગઈ છે. તેઓ બરાક ઘાટી અને આસામ ઘાટીના હિંદુઓને અપીલ કરી રહ્યા છે કે તેઓ સાથે આવે અને સાથે મળીને સમાધાન પર પહોંચે. કારણ કે આપણી સંસ્કૃતિ, પરંપરા અને ધર્મ સમાન છે. આપણે માત્ર ભાષાના આધારે એકબીજાથી નફરત કરવી જાઈએ નહીં.
પાકિસ્તાને પોતાને ઈસ્લામિક દેશ જાહેર કર્યો હતો અને ત્યારે ભારત જે ધર્મના આધારે વિભાજીત થયો હતો. તેને પણ હિંદુ રાષ્ટÙ ઘોષિત કરવું જાઈતું હતું. પરંતુ ભારત સેક્્યુલર દેશ બનીને રહી ગયો. જસ્ટિસ સેને કહ્યું છે કે આ અદાલતને આશા છે કે ભારત સરકાર, હિંદુ, શીખ, જૈન, બૌદ્ધ, પારસી અને ખ્રિસ્તી જે પાકિસ્તાન, બાંગ્લાદેશ, અફઘાનિસ્તાનથી આવ્યા છે. તેને લઈને સચેત નિર્ણય લેશે.
પોતાના આદેશમાં મેઘાલય હાઈકોર્ટના જસ્ટિસ સેને કહ્યુ્ છે કે હિંદુ, શીખ, જૈન, બૌદ્ધ, ખ્રિસ્તી, પારસી ધર્મના લોકોનું પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનમાં આજે ઉત્પીડન થઈ રહ્યું છે અને તેમની પાસે જવા માટે કોઈ સ્થાન હોતું નથી. જસ્ટિસ સેને કહ્યું છે કે ભાગલા વખતે ભારતમાં દાખલ થયેલા હિંદુઓને પણ વિદેશી સમજવામાં આવે છે. જે તેમની નજરમાં ગેરકાયદેસર છે અને પ્રાકૃતિક ન્યાયના સિદ્ધાંતની વિરુદ્ધ છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY