અહેમદ પટેલના ઘરે રૂ. ૨૫ લાખની લાંચ પહોંચાડવામાં આવી હતી : તપાસ એજન્સી

0
40

ઈડીનો દાવો,તેમની પાસે આક્ષેપ સાબિત કરવા માટે ફોન પર થયેલી વાતચીતના પુરાવા
ન્યુ દિલ્હી,તા.૪
કોંગ્રેસના એક કદાવર નેતાને બહુ ઝડપથથી ઇડી(એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ)ની ઓફિસના ધક્કા ખાવાનો વારો આવી શકે છે. ઇડીએ દિલ્હીની એક કોર્ટને જણાવ્યું છે કે તેમની પાસે સોનિયા ગાંધીના રાજકીય સલાહકાર તેમજ રાજ્યસભાના સાંસદ અહેમદ પટેલના ઘરે રૂ. ૨૫ લાખ પહોંચાડવામાં આવ્યા હોવાના પુરાવા છે. આક્ષેપ લગાવવામાં આવ્યો છે કે આ રકમ લાંચના સ્વરૃપે પહોંચાડવામાં આવી હતી. ઈડીએ દિલ્હીની કોર્ટમાં રંજીત મલિક નામના એક વ્યક્તિની ૧૫ દિવસના રિમાન્ડની માગણી કરી હતી. એજન્સીને તેની પૂછપરછ દરમિયાન આ જાણકારી મળી હતી. રંજીતની મની લોન્ડરિંગ કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. આ કેસનો સંબંધ ગેરકાયદે રીતે રૂ. ૫૦૦૦ કરોડની લોન મેળવનારી ગુજરાતની સ્ટરલિંગ બાયોટેક કંપની વિરુદ્ધ કરવામાં આવી રહેલી સીબીઆઈ તપાસ સાથે જોડાયેલો છે.
કોર્ટમાં દલીલ દરમિયાન ઇડીએ કહ્યું હતું કે તેણે રાકેશ ચંદ્ર નામના એક વ્યક્તિનું નિવેદન નોંધ્યું છે. રાકેશે સ્વીકાર્યું હતું કે તેણે પૈસા પહોંચાડયા હતા. તેણે રંજીત મલિકના કહેવા પર આ પૈસા પહોંચાડયા હતા. રાકેશના કહેવા પ્રમાણે આ રકમ ૨૩, મધર ટેરેસા ક્રોસેન્ટ રોડ પર પહોંચાડવામાં આવી હતી. નોંધનીય છે કે આ કોંગ્રેસના નેતા અહેમદ પટેલનું અધિકારિક નિવાસસ્થાન છે. ઇડીએ કોર્ટમાં એવો પણ દાવો કર્યો હતો કે તેમની પાસે આ આક્ષેપ સાબિત કરવા માટે ફોન પર થયેલી વાતચીતનું રેર્કોિંડગ સહિતના પુરાવા છે.
ઇડી તરફથી અહેમદ પટેલનું કોઈ મની લોન્ડરિંગ કેસમાં લેવામાં આવ્યું હોય તેવો આ પ્રથમ બનાવ નથી. આ પહેલા પણ એજન્સીએ આરોપ લગાવ્યો હતો કે તેમનો પુત્ર અને જમાઇ પણ આ કેસમાં સંડોવાયેલા છે.
(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923 
PRESS card આપવામાં આવશે
*આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY