મગફળી કૌભાંડ : સરકારે તપાસના નામે તરકટ રચ્યું : ધાનાણી

0
63

રાજકોટ,તા.૪
જેતપુરના પેઢલા ખાતે મગફળીમાં માટીની ભેળસેળ થઈ હોવાનું કૌભાંડ સામે આવતા વિપક્ષ નેતા પરેશ ધાનાણી છેલ્લા બે દિવસથી વિરોધ કરી રહ્યા છે. ગઈકાલે પેઢલા ખાતે પ્રતીક ઉપવાસ કર્યા બાદ આજે ગોંડલ ખાતે ધાનાણી સહિત કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો દ્વારા પ્રતીક ઉપવાસ શરૂ કરવામાં આવ્યા છે. આ તકે મીડિયા સાથે કરેલી વાતચીતમાં ધાનાણીએ જણાવ્યું હતું કે, રામરાજ્ય ગોડાઉન ભાજપના જ મોટા ગજાના આગેવાને ભાડે રાખ્યું હતું. પરંતુ આરોપી તરીકે તેની જગ્યાએ ગોડાઉનના માલિકને રજૂ કરી સરકારે તપાસના નામે તરકટ રચ્યું છે.
વધુમાં પરેશ ધાનાણીએ કÌšં હતું કે, સરકારે ૯૦૦ રૂ.ના ભાવે મગફળીની ખરીદી કરી હતી. તે મગફળી વેપારીઓને વેચવા સુધીમાં રૂ. ૩૫૦ જેટલો ખર્ચ થયો હતો. પરંતુ બાદમાં આ જ મગફળી વેપારીઓને રૂ. ૬૦૦-૭૦૦માં આપી મોટી ખોટ કરી છે. ત્યારે સરકાર સપષ્ટતા કરે કે, મગફળીની આ ખરીદીમાં કુલ કેટલું નુકશાન અને કેટલું કૌભાંડ થયું છે. આ સમગ્ર કૌભાંડ મામલે સીટીંગ જજ દ્વારા તપાસ કરવાની માંગ પણ ધાનાણીએ આ તકે ઉચ્ચારી હતી.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923 
PRESS card આપવામાં આવશે
*આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY