કોડીનાર,તા.૧૮
કોડીનારમાં મંદીનો માહોલ પ્રર્વતી રહ્યો છે ત્યારે તસ્કરોને પણ કાંઈ મળતુ ન હોય ઘોર બેકારીના કારણે કોઈ અજાણ્યા શખસો બકરી ઈદના તહેવાર નિમિત્તે તકનો લાભ લઈ ૬ બકરા ચોરી ગયાની ઘટના બની છે.
બકરા ચોરી અંગે પરબત બાબુ પરમારે કોડીનાર પોલીસ સ્ટેશનમાં નોંધાવેલ ફરિયાદમાં જણાવ્યા મુજબ પોતે માલઢોરની લે વેચ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે ત્યારે શહેરના મુળદ્વારકા રોડ ઉપર આવેલ તેમના ઘેર આંગણામાં બાંધેલા ૬૦ હજારની કિંમતના કોઈ તસ્કરો ઉઠાવી ગયા છે. હાલ બકરી ઈદના તહેવાર નજીક આવી રહ્યા હોય મુસ્લિમ બિરાદરો બકરાની ખરીદી કરતા હોય એવા સમયે જ તસ્કરોએ ઈદની ઉજવણી કરવા બકરાની ચોરી કી બારોબાર વેચી મારી કડકી દૂર કરવા આ કૃત્ય કર્યું હોવાનું જણાઈ રહ્યું છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે


"વંદે માતરમ ,ભારત માતાકી જય"



