કોટડા સાંગાણી,તા.૧૮
કોટડા સાંગાણીની કન્યા શાળામાં આચાર્યએ શાળા અને વિદ્યાર્થીઓને થર્ડ આઈની સુરક્ષા આપવા માટે પોતાના ખર્ચે ૧૬ કેમેરા લગાવ્યા હતા. સામાજિક સંસ્થાઓ, સ્વૈચ્છીક અને ઔદ્યોગિક સંગઠનો કોઈએ મદદ નહિ આપતા આચાર્યએ હિમ્મત હાર્યા વગર અપના હાથ જગન્નાથ માનીને કાર્યવાહી કરી હતી.
કોટડાસાંગાણી કન્યાશાળા પે સેન્ટર હોવાથી અવાર નવાર કાર્યક્રમો યોજાતા રહે છે અને આંગણવાડી તેમજ પુસ્તકાલય પણ આવેલી હોવાથી સમગ્ર પરિસરની સુરક્ષા માટે સીસીટીવી કેમેરા લગાવવા જરૂરી જણાતા સરકારી મંજૂરીઓ લેવામાં આવી હતી. મંજૂરીઓ મળી ગયા બાદ ૫૫૦૦૦નો ખર્ચ થવાનું જણાતા આચાર્ય ટિટિયા પ્રિયેશકુમાર મણીલાલે લોકો પાસે મદદ માટે અપીલ કરી હતી.
જો કે, કોઈએ મદદ માટે તૈયારી નહિ બતાવતા પોતાના ખર્ચે ૧૬ કેમેરા લગાવીને લોબી, વર્ગખંડો, પરિસર વિગેરેને આવરી લીધા હતા. આ કેમરા લાગી ગયા બાદ હવે પળેપળની હિલચાલ ઉપર મોનીટરીંગ રાખી શકાતા સલામતીના પ્રશ્નોનું નિરાકરણ થઈ ગયું હતું.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે


"વંદે માતરમ ,ભારત માતાકી જય"



