
ઈસ્લામાબાદ,તા.૪
પાકિસ્તાનના આગામી વડાપ્રધાન બનવા માટે તૈયારી કરી રહેલા ઈમરાન ખાનને સરકારી હેલિકોપ્ટર્સના દુરુપયોગ કરવા અંગે પાકિસ્તાનના નેશનલ એકાઉન્ટેબલિટી બ્યૂરોએ (NAB) સમન મોકલાવ્યા છે. મીડિયા અહેવાલ મુજબ ઈમરાન ખાન દ્વારા કરવામાં આવેલા સરકારી હેલિકોપ્ટર્સના દુરુપયોગને કારણે ખૈબર પખ્તુનખ્વા પ્રાંતના સરકારી ખજાનાને રુપિયા ૨૧.૭ લાખનું નુકસાન થયું છે.નેશનલ એકાઉન્ટેબલિટી બ્યૂરોએ પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ પાર્ટીના વડા ઈમરાન ખાનને ૭ ઓગસ્ટે હાજર થવા સમન ઈશ્યૂ કર્યું છે. આપને જણાવી દઈએ કે, ખૈબર પખ્તૂનખ્વામાં વર્ષ ૨૦૧૩થી ઈમરાન ખાનની પાર્ટીની પ્રાંતિય સરકાર છે.PTIના જણાવ્યા મુજબ NAB પ્રાંતિય સરકારના હેલિકોપ્ટરના ૭૨ કલાક ઉપયોગ કરવાથી પ્રાંતિય સરકારના ખજાનામાં રુપિયા ૨૧.૭ લાખના થયેલા નુકસાનના કેસની તપાસ કરી રહી છે.
ઉલ્લેખનીય છે કે, ઈમરાન ખાનને આ પહેલા ૧૮ જુલાઈના રોજ સમન મોકલવામાં આવ્યું હતું. પરંતુ ચૂંટણીમાં રોકાયેલા હોવાને કારણે ઈમરાન ખાન નેશનલ એકાઉન્ટેબલિટી બ્યૂરો (NAB) સમક્ષ હાજર થઈ શક્યા નહતા. ઈમરાન ખાનના વકીલે આ અંગે અરજી દાખલ કરતાં આ મામલામાં ચૂંટણી પછીની તારીખ આપવા NBAને અનુરોધ કર્યો હતો. આપને જણાવી દઈએ કે, ઈમરાન ખાન ૧૧ ઓગસ્ટે પાકિસ્તાનના વડાપ્રધાન તરીકે શપથ ગ્રહણ કરશે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે
*આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861


"વંદે માતરમ ,ભારત માતાકી જય"



