ગણેશ યાત્રા દરમ્યાન લોખંડનો પાઈપ ડીપીને અડી જતાં કરંટ લાગતા ૧નું મોત

0
19

છથી વધુ લોકોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા
સુરત,તા.૧૩
શહેરમાં બુધવારે સાંજે ગણપતિ યાત્રા દરમિયાન વીજ કરંટ લાગતા એક વ્યક્તિનું મોત થયું છે. અન્ય છ લોકોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. શહેરમાં બુધવારે સાંજે અનેક જગ્યાએ ગણપતિ યાત્રાઓ નીકળી હતી ત્યારે આ બનાવ બનતા ભક્તજનોમાં દુઃખની લાગણી વ્યાપી હતી.
મળી રહેલી માહિતી પ્રમાણે સુરત શહેરના લિંબાયત વિસ્તારના આસ્તિક નગર ખાતે ગણપતિ યાત્રા દરમિયાન આ દુર્ઘટના ઘટી હતી. યાત્રા દરમિયાન લોખંડનો પાઇટ વીજ લાઈનના ડીપીને અડી જતાં અનેક લોકોને કરંટ લાગ્યો હતો.
વીજ કરંટ લાગવાને કારણે એક વ્યક્તિનું મોત થયું હતું, તેમજ છ લોકો ઘાયલ થયા હતા. ઘાયલ થયેલા લોકોને સુરતની સ્મીમેર હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.
આજે એટલે કે ગુરુવારે શરૂ થયેલા ગણેશ ઉત્સવ માટે બુધવારે રાત્રે જ શહેરના અનેક વિસ્તારોમાં ગણેશજીની પધરામણી થઈ હતી. એક અંદાજ પ્રમાણે શહેરમાં ૬૫ હજાર જેટલી ગણેશની મૂર્તિઓનું સ્થાપન કરવામાં આવ્યું છે.
(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજે જ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861*

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY