વલસાડ,તા.૧૩
ગુરુવારથી ૧૦ દિવસના ગણેશ ઉત્સવની શરૂઆત થઈ ગઈ છે. દેશભરમાં ઠેરઠેર ગણેશજીની પધરામણી થઈ છે. ધાર્મિક માહોલ વચ્ચે વલસાડમાં ગણેશ ઉત્સવમાં ફાળા પેટે માંગેલી રકમ ન આપવામાં આવતા એક યુવકને માર મારવામાં આવ્યો હોવાની ફરિયાદ પોલીસ ચોંપડે નોંધાઈ છે. ૨૪ વર્ષના યુવકની ફરિયાદ પ્રમાણે તેની પાસે ફાળા પટે રૂ. ૧૦૦૦ની માંગણી કરવામાં આવી હતી. તેણે રૂ. ૨૫૧ આપવાની તૈયારી બતાવતા તેને માર મારવામાં આવ્યો હતો.
વલસાડમાં ફસ્ટ ગેટ પાસે રહેતા ૨૪ વર્ષના યુવક પ્રદીપ યાદવે ફરિયાદ નોંધાવી છે કે ૧૧મી સપ્ટેમ્બરના રોજ તે નાસ્તાની લારી પર ગયો હતો ત્યારે જીનલ પટેલ, હર્ષ પટેલ તેમજ અન્ય શખ્સોએ તેની પાસે રૂ. ૧૦૦૦ ફાળો માંગ્યો હતો. એન્જીનિયરિંગનો અભ્યાસ કરી રહેલા પ્રદીપે રૂ. ૧૦૦૦ આપવાનો ઇન્કાર કરીને રૂ. ૨૫૧ આપવાની તૈયારી બતાવી હતી. આ વાતથી ફાળો માંગનાર લોકો ઉશ્કેરાયા હતા અને પ્રદીપને ગાળો ભાંડી હતી. બાદમાં અમુક લોકોએ પ્રદીપને પકડી રાખ્યો હતો અને હર્ષ તેમજ જીનલ પટેલે તેને ઢીકાપાટુનો માર માર્યો હતો.
આ દરમિયાન પ્રદીપનો નાનો ભાઈ આવી પહોચ્યોં હતો. શખ્સોએ તેને પણ માર માર્યો હતો, તેમજ ફાળો ન આપવા બદલ નાસ્તાની લારી હટાવી લેવાની ધમકી આપી હતી. ફરિયાદ પ્રમાણે આરોપીઓએ જતાં જતાં તેમને જીવથી મારી નાખવાની પણ ધમકી આપી હતી. આ બનાવ અંગે વલસાડ રૂરલ પોલીસે ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજે જ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861*



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




