એલઆરડીનું પેપર લીક થતાં પરીક્ષા રદ કરવાનો નિર્ણય લેનાર IPS વિકાસ સહાય કોણ છે?

0
519

 

ગુજરાત પોલીસમાં લોકરક્ષકની ભરતી માટે લેવામાં આવેલી પરિક્ષા આપવા પોણા નવ લાખ યુવાનો ૨૦૦ કિલોમીટરનો પ્રવાસ કરી પરિક્ષા કેન્દ્ર ઉપર પહોંચ્યા ત્યારે જાહેરાત કરવામાં આવી કે પેપર લીક થઈ ગયુ છે તેના કારણે પરીક્ષા રદ કરવામાં આવે છે. આ નિર્ણય પરીક્ષા બોર્ડના વડા આઈપીએસ વિકાસ સહાય દ્વારા લેવામાં આવ્યો હતો. આ નિર્ણય કરતા પહેલા તેમના મનમાં કેવુ ધમાસાણ ચાલ્યુ હશે તેની કદાચ આપણે કલ્પના પણ કરી શકીએ નહીં. છતાં અહિંયા માત્ર પરીક્ષા રદ કરવાનો નિર્ણય લેવાથી પુરૂ થાય તેમ ન્હોતુ. પરીક્ષા રદ કરવાનો નિર્ણય હતો કે અમારી ભુલ થઈ અને કિયાક ગરબડ થઈ છે. આ ભુલનો સ્વીકાર હતો, મેં અનેક આઈપીએસ અધિકારીઓને જાયા છે, તેમનું શિક્ષણ અને તેમનો હોદ્દો તેમને એટલો અંહકારી બનાવી દે છે કે તેમને પોતાની ભુલ થાય જ નહીં તેવી માનસિકતામાં તેઓ આવી જાય છે અને ભુલ થાય તો પણ ભુલ સ્વીકારવાની તેમની તૈયારી હોતી નથી.
વિકાસ સહાય અને મારૂ વૈચારિક એન્કાઉન્ટર પંદર વર્ષ પહેલા થયુ હતું. હું એક અખબારમાં ક્રાઈમ રિપોર્ટીંગ કરતો હતો. વિકાસ સહાય અમદાવાદ ટ્રાફિક બ્રાન્ચના ડેપ્યુટી પોલીસ કમિશનર તરીકે ફરજ બજાવતા હતા. વિકાસ સહાયની પ્રામાણિકતા ઉપર ઉંઘમાં પણ શંકા કરી શકાય તેમ નથી. મેં અમદાવાદ ટ્રાફિક પોલીસમાં ચાલતા ભ્રષ્ટાચાર ઉપર એક સ્ટોરી લખી, જેમાં કોઈના પણ નામનો ઉલ્લેખ ન્હોતો છતાં ટ્રાફિક પોલીસના તેઓ વડા હોવાને કારણે તેમને મારી સ્ટોરીનું માઠુ લાગ્યુ હતું. તેમણે પોલીસ કમિશનર પાસે મારી સામે કાયદેસર કાર્યવાહી કરવાની મંજુરી પણ માંગી હતી. આમ પહેલી અને છેલ્લી વખત અમારો સંપર્ક આ રીતે થયો હતો.
૧૯૬૫માં જન્મેલા અને ઈતિહાસના વિષય સાથે અનુસ્નાતકનો અભ્યાસ કરનાર વિકાય સહાય ૧૯૮૯માં ભારતીય પોલીસ સેવામાં જાડાયા હતા. રાજ્યના વિવિધ જિલ્લાના પોલીસ વડા તરીકે કામગીરી સંભાળનાર વિકાસ સહાયના પ્રામાણિક સ્વભાવને કારણ પોલીસમાં તેમની છાપ અકડુ અધિકારી તરીકેની છે, તેમની યોજના અને ઈચ્છા પ્રમાણે કામ થાય નહીં ત્યારે બહુ જલદી ઉશ્કેરાઈ જાય છે. પાતળો બાંધો ધરાવતા આ આઈપીએસ અધિકારીની પાછળ તેમનો સ્ટાફ તેમને તેજ દિમાગ તરીકે સંબોધે છે. જા કે તેમના સ્વભાવ અને પ્રામાણિકતાને કારણે તેઓ સરકારી ગુડ બુકથી દુર રહ્યા છે. જેના કારણે છેલ્લાં એક દાયકાથી તેઓ રક્ષાશકિત યુનિર્વસિટી અને કરાઈ એકેડમી જેવા પોસ્ટીંગ મેળવી રહ્યા છે. છતાં તેમની પ્રામાણિકતાની સરકારે પણ કદર કરવી પડે છે જેના કારણે પોલીસની ભરતી પ્રક્રિયાના અધ્યક્ષની જવાબદારી તેમને સોંપવામાં આવી છે.
લોકરક્ષકની પરીક્ષાનું પેપર લીક થયુ ત્યાર પછી વિકાય સહાય ચુપ રહ્યા હોત તો પરીક્ષા લેવાઈ ગઈ હોત, જેમને પૈસા આપી પેપર લીધા હતા તેઓ પાસ થઈ જતા અને જેમણે મહેનત કરી છે તેવા યુવાનોને અન્યાય થયો હોત. તેના કરતા પણ સૌથી મોટી બાબત આ સમગ્ર નિષ્ફળતા માટે વિજય રૂપાણીની સરકાર અને પોતાને જે બદનામી થઈ તેમાંથી તેઓ સરકાર અને પોતાને બચાવી શક્્યા હોત, પણ તેમનો આત્મા તે વાતની તેમને મંજુરી આપતો ન્હોતો. પરીક્ષા રદ કરાવાના નિર્ણયનો અર્થ હતો કે હું નિષ્ફળ ગયો તેવી કબુલાત વિકાસ સહાયે કરવાની હતી. નિષ્ફળ ગયો અને સારી કહેવુ તે સામાન્ય માણસ માટે પણ મુશ્કેલ હોય છે, જ્યારે વિકાય સહાયે આઈપીએસ અધિકારી તરીકે ત્રણ દાયકાની નોકરી પુરી કરી હતી પણ તેમણે તેમ છતાં પરીક્ષા રદ કરવાનો અને સારી કહેવાની હિમંત કરી.
વિકાય સહાયે પરીક્ષા રદ કરવાનો નિર્ણય લીધો ના હોત તો કદાચ પેપર લીક થયા છે તેવો હોબાળો જરૂર થયો ન હોત, પણ પેપર લીક થયા છે તેવુ સાબીત કરવુ અધરુ હતું. વિકાય સહાયે પોતાને ગાળો પડે તો ભલે પડે પણ હું ભુલ સ્વીકારીશ તેવો નિર્ણય કર્યો હતો. પરીક્ષા રદ કરવાનો નિર્ણય કરતા પહેલા વિકાસ સહાયે રાજ્ય સરકાર અને વિજય રૂપાણીને જાણ કરી હતી કે નહીં તેની જાણકારી અમારી પાસે નથી, પણ જા જાણ કરી હોય અને વિજય રૂપાણીએ પણ પરીક્ષા રદ કરવાના નિર્ણયને મહોર મારી હોય તો વિજય રૂપાણીના આ નિર્ણયની પણ કદર કરવી જાઈએ.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY