લંડન,તા.૫
ઇંગ્લેન્ડની ફર્મ મની ગુરુના રિસર્ચરે પોતાના અભ્યાસમાં ખુલાસો કર્યો છે કે કોઇ પણ વ્યકિતના ફેસબુક લોગ ઇન અને પાસવર્ડ ડાર્ક વેબ પર માત્ર ૩૦૦ રૂપિયામાં વેચાઇ રહ્યા છે. કોઇ પણ વ્યકિતના ઇ-મેઇલ-લોગ ઇન અને પાસવર્ડ પણ માત્ર ર૦૦ રૂપિયામાં અહીંથી ખરીદી શકાય છે.
એટલું જ નહીં મની ગુરુએ એમ પણ કહ્યુ છે બે ડાર્કવેબ પર માત્ર ફેસબુક એકાઉન્ટની ડિટેઇલ નથી, પરંતુ કોઇ પણ વ્યકિતના સોશિયલ મીડિયા એકાઉન્ટ સહિત ઓનલાઇન શોપિંગ અને બેન્કિંગ ડિટેઇલ પણ ખરીદી શકાય છે.
આ રિપોર્ટ મુજબ કોઇ પણ વ્યકિતની તમામ ઓનલાઇન ડિટેઇલ માત્ર રૂ.૭૧,૦૦૦માં વેચાય છે. ઓનલાઇન ડિટેઇલમાં વ્યકિતનાં યુઝર નેમ, પાસવર્ડ, ઇ-મેઇલ એડ્રેસ અને એકાઉન્ટ ડિટેઇલ સામેલ હોય છે. આ ડિટેઇલ કંપનીઓને વેચવામાં આવે છે.
મની ગુરુના રિપોર્ટમાં એમ પણ જણાવાયું છે કે ડાર્ક વેબ પર ઇન્સ્ટાગ્રામ અને ટિવટર જેવી સોશિયલ સાઇટને પણ ડેટા વેચવામાં આવે છે. અહીં કોઇ વ્યકિતના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટની ડિટેઇલ રૂ.૪૬૦માં અને ટિવટરની ડિટેઇલ રૂ.ર૪૦માં વેચવામાં આવે છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"





