મુસ્લિમ કપલનું નિકાહમાં ચકલીઓને બચાવવાનું ખાસ અભિયાન

0
10

બરોડા,તા.૫
ઘર સંસાર શરૂ કરવો એ દરેક યુવાન કે યુવતી માટે એક અતિ મહત્વનો પડાવ હોય છે. ત્યારે જીવનનાં મહત્વનાં પડાવનાં શુભપ્રસંગે વડોદરાના પાણીગેટ વિસ્તારમાં રહેતા અને મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં રિસર્ચ સ્કાલર એવા અલી અસગર વોહરા એ પોતાનો ‘માળો’ બાંધવાની સાથે ચકલીઓનો પણ માળો બંધાવાના નિર્ધાર સાથે ચકલીઓને બચાવવાનું એક ખાસ અભિયાનનો પ્રાંરભ કર્યો.
ગૃહસ્થ જીવન નો માળો સજાવવાનો પ્રાંરભ કરતા અલી અસગર અને તેમની પત્નિ રૂકૈયાએ ચકલીઓનો માળો સજાવવાનો પણ નિર્ધાર કર્યો છે. છેલ્લા ઘણા સમયથી ચકલીઓના ઘર માટે તલ સ્પર્શી વિગતો ભેગી કરવાથી લઈને લુપ્ત થતી જતી ચકલીઓને ફરીથી તેનું સ્થાન આપવા માટેના ઘણા પ્રયાસો અસગર અલી વોહરા કરી રહ્યા છે. આજે જ્યારે અલી અને તેમના અર્ધાંગિની રૂકૈયાની નિકાહ વિધિ પૂરી થઇ ત્યારે તેમનાં નિકાહમાં આવેલ તમામ આમંત્રિતોને અલી તેમજ રૂકૈયા ચકલીમાટે ખાસ માટીમાંથી બનાવેલા માળા તેમજ ચણના વાસણ ભેટ તરીકે આપ્યા હતા અને લુપ્ત થતી જતી ચકલીઓને ફરીથી એનું સ્થાન આપવા લોકો ને પ્રોત્સાહિત કર્યા.
વરરાજા કીધું હતું કે હું છેલ્લા ઘંણા સમયથી ચકલીઓ પર રીસર્ચ કરી રહ્યો છે આપણી વચ્ચેથી ચકલીઓ લુપ્ત થતી જાય છે એ ચિતાંજનક છે, ત્યારે મેં નક્કી કર્યું હતું કે ચકલીઓને બચાવવા માટે ખાસ અભિયાન શરૂ કરવું જાઇએ, અને હું આજનાં મારા લગ્નના શુભપ્રસંગમાં રચનાત્મક કાર્ય કરવા માંગતો હતો અને મે મહેમાનોને ચકલીઓના માળા અને પાણીનાં બાઉલ વિતરણ કરવાનું નક્કી કર્યું હતું. તેમાં મને ઘણી ખુશી થઇ છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY