ગાંધીનગર,તા.૧૭
દશેરાનો પર્વ હોય અને ભોજનમાં ફાફડા જલેબીનું ખાણું ન હોય તો કેમ ચાલે. અમદાવાદમાં ફાફડા-જલેબીનુ ધૂમ વેચાણ શરૂ કરવામાં આવ્યું છે. જા કે, ફાફડા અને જલેબીના ભાવમાં ગત્ત વર્ષની સરખામણીએ ૧૫થી ૨૦ ટકાનો વધારો થયો છે. ગત વર્ષે જે ફાફડા રૂપિયા ૪૨૦ પ્રતિ કિલોએ વેંચાતા હતા તે ફાફડાના ભાવમાં રૂપિયા ૨૦૦નો વધારો થયો છે. જ્યારે જલેબીના ભાવમાં પણ વધારો થયો છે. ગત વર્ષે જલેબી ૫૨૦ રૂપિયાથી ૫૬૦ રૂપિયા પ્રતિ કિલોએ વેચાઈ રહી છે. ત્યારે આ વર્ષે જીએસટીના કારણે ફાફડા અને જલેબીમાં ભાવ વધારો થયો હોવાનું માનવામાં આવી રહ્યું છે. શહેરની અમુક પ્રસિદ્ધ ફરસાણની દુકાનોમાં એક કિલો ફાફડાનો ભાવ રુપિયા ૬૫૦ તો જલેબીનો ભાવ ૭૫૦એ પહોંચ્યો છે.
અમદાવાદ સ્થિત કેટલીક જાણીતી સ્વીટ શોપમાં એક કિલો ફાફડાની કિંમત રૂ.૬૫૦ અને જલેબી રૂ.૭૫૦ સુધી પહોંચી છે. જ્યારે જીએસટીની ચુકવણી ન કરનારા વેપારીઓએ પણ ફાફડાનો ભાવ રૂ. ૪૦૦ સુધી રાખ્યો છે. આ અગાઉ કેન્દ્ર સકરકારે ફાફડા પર ૧૨ ટકા જીએસટી રાખ્યો હતો. જા કે રિવાઇઝ્ડ જીએસટી ૫ ટકા કર્યો હતો. ત્યારે ફાફડા જલેબી મોંધી બનતા સ્વાદના રસિયાઓ પર વધુ એક બોજા પડશે.
અમદાવાદ સિવાય રાજ્યના અન્ય શહેરોની વાત કરીએ તો રાજકોટમાં ફાફડાનો ભાવ રૂ.૩૦૦ અને જલેબીનો ભાવ ૩૫૦ રુપિયા સુધી છે, વડોદરામાં રૂ ૫૦૦ અને સુરતમાં ફાપડાનો રૂ. ૪૫૦, જલેબી ૪૪૦ રુપિયા કિલો સુધી ભાવ પહોંચ્યો છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"


