ઈન્ડિગો એરલાઈન્સ વેબ-ચેક ઈન કરનાર મુસાફરો પાસેથી ૮૦૦ રૂપિયા સુધી ચાર્જ વસૂલશે

0
11

મુંબઈ,તા.૨૬
ઈન્ડિગો એરલાઈન્સ વેબ-ચેક ઈન કરનાર મુસાફરો પાસેથી હવે ૧૦૦થી ૮૦૦ રૂપિયા સુધીનો ચાર્જ લેશે. આ ચાર્જ ૧૪ નવેમ્બરથી લાગુ થઈ ચૂક્યો છે. આ જાણકારી ૧૦ દિવસ બાદ રવિવારે આપવામાં આવી હતી. હવે વેબ ચેક-ઈન માટે તમામ સીટો પર ચાર્જ લાગશે. એરલાઈન્સનું કહેવું છે કે પેસેન્જર્સ પાસે એરપોર્ટ દ્વારા ફ્રી ચેક-ઈનનો વિકલ્પ પણ છે.
ઈન્ડિગોની વેબસાઈટના જણાવ્યા પ્રમાણે ૧,૧૨ અને ૧૩મી રાની કોઈ પણ સીટ માટે ૬૦૦ રૂપિયા ચાર્જ લેવામાં આવશે. જયારે ૨થી૧૦મી રાની કોઈ પણ સીટ માટે આ ચાર્જ રૂપિયા ૩૦૦ રહેશે. ૧૧મી રાની કોઈ પણ સીટ માટે આ ચાર્જ ૨૦૦ રૂપિયા રહેશે. આ સિવાય વિન્ડો અને ૧૪થી ૨૦મી રાની કોઈ પણ સીટ માટે આ ચાર્જ ૨૦૦ રૂપિયા લાગશે. અગાઉ જે લોકો મીડલની ૧૪થી ૨૦ની રામાં આવેલી સીટ પર કોઈ પણ ચાર્જ લેવામાં આવતો ન હતો. આ સિવાય ૨૧થી ૩૦ની રા માટેની સીટ પર પણ કોઈ પણ ચાર્જ વસુલવામાં આવતો ન હતો. આ સીટો પર પણ હવે ચાર્જ વસુલવામાં આવશે. અગાઉ ઈન્ડિગો એરલાઈન્સ વિન્ડો અને એકસ્ટ્રા લેગરૂમ વાળી સીટો માટે જ વેબ ચેક-ઈન ચાર્જ લેતી હતી.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923 
PRESS card આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY