નીતિન પટેલે મહારાષ્ટ્રના મુખ્યમંત્રીને સ્ટેચ્યુ ઓફ યુનિટીનું આમંત્રણ આપ્યું

0
7

મુંબઈ,તા.૧૩
નર્મદા જિલ્લાના કેવડિયા સ્થિત સરદાર સરોવર પાસે દેશની એકતાના શિલ્પી સરદાર સાહેબની ઐતિહાસિક પ્રતિમા નિર્માણ પામી છે. આ પ્રતિમાના અનાવરણ માટે રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ફડણવીસને આમંત્રણ આપવા મુંબઈ પહોંચ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સરદાર પટેલની પ્રતિમાને ખુલ્લી મૂકીને રાષ્ટ્રને અર્પણ કરવાના છે. ત્યારે મહારાષ્ટ્રના મુખ્યમંત્રીએ ટિવટ કરીને કેવડિયા કોલોની કાર્યક્રમ યોજાવાનો છે તેની જાણ ન થઈ હતી અને કાર્યક્રમ અમદાવાદ યોજાવાનો છે એવી ટિવટ કરી હતી.
આ પ્રતિમાને વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૩૧મી ઓક્ટોબરે સરદાર પટેલની ૧૪૩મી જન્મ જયંતીએ રાષ્ટ્રને અર્પણ કરશે. વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા ‘સ્ટેચ્યૂ ઓફ યુનિટી’ના લોકાર્પણની તૈયારીઓ ચાલી રહી છે. તેના ગુજરાત સરકારના મંત્રીઓ દેશભરના રાજ્યોના પ્રવાસે છે. જેના ભાગરૂપે નાયબ મુખ્યમંત્રીએ મહારાષ્ટÙની મુલાકાત લઇને આજે દેવેન્દ્ર ફડનવીસને રૂબરૂ મળી ‘સ્ટેચ્યૂ ઓફ યુનિટી’ નિહાળવા તેમજ લોકાર્પણ સમારોહમાં હાજર રહેવા નિમંત્રણ પાઠવ્યું હતું.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY