ભાજપા નેતાની હોટલમાંથી જુગારધામ ઝડપાયું, ૧૭ની ધરપકડ

0
6

વડોદરા,તા.૧૧
વડોદરામાં ભાજપના નેતાની હોટલમાંથી જુગારધામ ઝડપાયું છે. ભરૂચ તાલુકા મંત્રીની હોટેલમાંથી જુગારધામ ઝડપાયું છે. જુગાર રમતા ૧૭ શખ્સની એલસીબીએ ધરપકડ કરી છે. પાલેજ હાઈવે ઉપર આવેલી કિસ્મત હોટલમાં જુગારધામ ચાલતું હતું.
પ્રાપ્ત માહિતી અનુસાર, જિલ્લા એલ.સી.બીએ બાતમીના આધારે કરજણ તાલુકાની સાસરોદ ગામની હદમાં પાલેજ, ભરૂચ ખાતે આવેલ હોટલ ઉપરથી જુગારધામ ઝડપી પાડ્યું છે. પાલેજ નેશનલ હાઇવે ૪૮ ઉપર આવેલ કિસ્મત કાઠિયાવાડી હોટલના ઉપરના માળે ચાલતા આ જુગારધામ પર પોલીસે રેડ પાડી હતી. પોલીસ દ્વારા જુગાર રમતા ૧૭ જુગારીઓની ધરપકડ કરવામાં આવી છે. આ મામલામાં પોલીસે ૯ બાઈક ૧ રિક્ષા અને મોબાઈલ મળી કુલ ૫૦,૭૦૦૦નો મુદામાલ કબજે કર્યો છે.
તમને જણાવી દઇએ કે, ભરૂચ ભાજપા તાલુકામંત્રી જયેશ સોજીત્રાની હોટલમાંથી જુગાર ધામ ઝડપાયું છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY