એફડીઆઈ મુદ્દે સરકારનો દાવો પોકળ,ભારત ટોપ-૧૦માંથી પણ બહાર

0
9

ન્યુ દિલ્હી,તા.૨૫
મોદી સરકાર છેલ્લા કેટલાક મહિનાઓથી ઘટી રહેલ રૃપિયા અને ઈક્વિટી-ડેટ માર્કેટની વેચવાલીને સાંત્વના આપવા માટે ભારત હજી પણ વિદેશી રોકાણકારોની પ્રથમ પસંદગી છે, તેમ બડાપો ફૂંકી રહી છે પરંતુ, આજે આવેલ એક સર્વે સરકારના આ દાવાને પોકળ સાબિત કર્યો છે.
છેલ્લા ચાર વર્ષમાં પ્રથમ વખત ભારત એફડીઆઇના ટોચના ૧૦ દેશોમાંથી બહાર ફેંકાયું છે. ૨૦૧૮ના પ્રદર્શનને જાતાં ભારત વિદેશી પ્રત્યક્ષ રોકાણ માટેના મુખ્ય ૧૦ બજારોમાં પણ હવે શામેલ નથી.
મહત્વની વાત એ છે કે બીજેપી સરકાર જે બે મુખ્ય પગલાંને ઐતિહાસિક ગણાવે છે તે બંને કારણોસર જ ભારત વિદેશી રોકાણકારોની નજરેથી ઉતર્યું છે. કેઅર્નીના એક રીપોર્ટ અનુસાર નવેમ્બર, ૨૦૧૬ની નોટબંધી અને ત્યારબાદ ૧લી જુલાઈ, ૨૦૧૭થી લાગુ થયેલ દેશના સૌથી મોટું ટેક્સ રીફોર્મ જ ભારતને વિદેશી રોકાણાકારોની મુખ્ય પસંદગીના ૧૦ બજારમાંથી બહાર ધકેલવા માટે જવાબદાર છે.
એફડીઆઇ માટે આકર્ષણ ધરાવનાર દેશોમાં ભારત ૧૧મા સ્થાને પહોંચ્યું છે, જે છેલ્લા ચાર વર્ષનું સૌથી ખરાબ પ્રદર્શન છે. સતત બે વર્ષ સુધી પ્રગતિ દર્શાવ્યા બાદ આ વર્ષે ભારત વિદેશી રોકાણના ટોપ ડેસ્ટીનેશનમાં ૩ અંક પાછળ ધકેલાયું છે. ૨૦૧૬માં આપણે નવમા ક્રમાંકે અને ૨૦૧૭માં આઠમા સ્થાને હતા.
રીપોર્ટ અનુસાર ભારત એફડીઆઇ અટ્રેકશન ઈન્ડેકસમાં આ વર્ષે ૧૧મા સ્થાને પહોંચ્યું છે પરંતુ, વિકાસશીલ દેશોમાં હજી પણ બીજા સ્થાને છે.
સરકારની અમુક નીતિઓ, પોલિસીઓમાં વારંવાર ફેરફાર અને રેગ્યુલેટરી ઈશ્યુને પગલે દેશમાં વિદેશી રોકાણકારો ઈન્વેસ્ટ કરવા નથી વિચારી રહ્યાં. જાકે આ બધા ફેરફાર ટૂંકાગાળા માટે જ છે,તેમ ફોરેન ઈન્વેસ્ટર્સનું માનવું છે છે. આ બધા જ નીતિગત નિર્ણયોનો ફાયદો ભારતને લાંબાગાળે મળાશે, તેમ પણ જણાવ્યું હતુ.નોટબંધી અને જીએસટીને પગલે દેશના આથક વિકાસ અને કારોબારની પ્રણાલીને ભારે ફટકો પડયો છે.
૨૦૧૭-૧૮માં ભારતમાં વિદેશી રોકાણનો વૃદ્ધિદર ૩%ના દર પાંચ વર્ષના તળિયે જાવા મળ્યો છે. ૨૦૧૭-૧૮માં એફડીઆઇમાં ૪૪.૮૫ અબજ ડોલરની વૃદ્ધિ જાવા મળી છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY