વડાપ્રધાન મોદીએ યુગાન્ડાની મુલાકાત પર ભારત-યુગાન્ડા બિઝનેસ ફોરમને બેઠકને સંબોધિત કરી બંને દેશોની વ્યાપારિક અસ્થિરતા ઠીક કરવા આવ્યો છુ : મોદી

0
31

મજાકિયા અંદાજમાં ભારતના હરિફ દેશોને સસ્તો સામાન ખરીદવાના નુકસાનની પણ વાત કરી
યુગાન્ડા,તા.૨૫
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારના રોજ આફ્રિકન દેશ યુગાન્ડાની મુલાકાત પર ભારત-યુગાન્ડા બિઝનેસ ફોરમની બેઠકને સંબોધન કર્યું. પીએમ મોદીએ પોતાના સંબોધનમાં જયાં એકબાજુ યુગાન્ડાના વિકાસમાં મદદ માટે પ્રતિબદ્ધતા દેખાડી તો બીજીબાજુ તેમણે એક મજાકિયા અંદાજમાં ભારતના હરિફ દેશોને સસ્તો સામાન ખરીદવાના નુકસાનની પણ વાત કરી.
પીએમ મોદીએ પોતાના સંબોધનની શરૂઆત આફ્રિકાના સંઘર્ષ કાળથી કરી. તેમણે કહ્યુ કે ઇતિહાસ સાક્ષી છે જ્યારે આફ્રિકા સંઘર્ષ કાળમાંથી પસાર થઇ રહ્યો હતો, કોઇપણ દેશને યુગાન્ડાની ચિંતા નહોતી. યુગાન્ડા સાથે જોડાવાનો મતલબ આપવાનું જ આપવાનુંપકોઇની પડી નહોતી આફ્રિકાના સંકટને જોવાની. આફ્રિકાના દુઃખોની જોવાની. એકલું ભારત જ હતું જે યુગાન્ડાની સાથે ઉભું હતું. ત્યારે યુગાન્ડા સાથે લેવડ-દેવડ નહોતી. અમે માનવીય મૂલ્યો માટે આમ કર્યું.
પીએમ મોદીએ ભારતના મશીનો મોંઘા થવાનું કારણ એક વાર્તા દ્વારા જણાવ્યું. તેમણે કહ્યુ કે હું જ્યારે નાનો હતો ત્યારે તો એક મજાક સાંભળતો હતો કે એક બસ સ્ટોપ પર ગરિબ છોકરો પંખો વેચી રહ્યો હતો, જે એક રૂપિયામાં પંખો વેચી રહ્યો હતો. બીજાએ આઠ આનાનો બતાવ્યો અને ત્રીજા ૪ આનામાં પંખો વેચી રહ્યો હતો. એક વ્યક્તિ એ ૪ આનાવાળા પંખો લીધો પરંતુ ૩-૪ વખત પંખો હલાવતા જ તૂટી ગયો. તો તેને તરત જ પંખાવાળાને પકડ્યો અને કહ્યુ. પરંતુ પંખાવાળાએ જવાબ આપતા કહ્યુ કે મેં પંખો હલાવાનું થોડું કહ્યુ હતું, પંખા નહીં મુંડી હલાવાની હતી.
પીએમ મોદીએ કહ્યુ કે આ જ રીતે બની શકે કે શરૂઆતમાં વસ્તુ મોંઘી હોય પરંતુ લાંબા સમય સુધી ચાલશે. સસ્તી વસ્તુ ખરીદશો તો મહિનાઓ સુધી ખરાબ રહેશે કારણ કે તેને રિપેર કરનાર પણ એ દેશમાંથી લાવવો પડશે. હું વિશ્વાસ અપાવું છું કે ઝીરો ડિફેક્ટની સાથે અમે તમને અમારા મશીન આપવા, ટેકનોલોજી આપવા તૈયાર છીએ. હા તે શરૂઆતમાં મોંઘા લાગશે. કોઇ બૂમો પાડે કે આ મોંઘા છે, આ કેવી સરકાર છે. પહેલાંવાળા સસ્તા હતા. પરંતુ નક્કી તમારે કરવાનું છે કે પંખો હલાવાનો છે કે મુંડી હલાવાની છે?
ત્યારબાદ વડાપ્રધાન મોદીએ કહ્યુ કે અમે ઇચ્છીએ છીએ કે યુગાન્ડાના લોકોમાં ક્ષમતા વિકસિત, કૌશલ વિકાસ, અને માનવ સંસાધન વિકાસ થાય. આ બધી એ શક્તિ છે જે તમારી પાસેથી દુનિયાની કોઇ તાકત છીનવી શકશે નહીં. આ અમારી પ્રાથમિકતા છે.
પીએમ મોદીએ કહ્યુ કે કુદરતી સંસાધનોને વધારવાની કોશિષ કર્યા વગર આપણે આગળ વધી શકીશું નહીં. યુગાન્ડાની પાસે હજારો એકર એવી જમીન છે જ્યાં કોઇ કેમિકલનું એક ટીપું સુદ્ધાં પડ્યું નથી. ત્યાં ઉગનાર વસ્તુ માટે દુનિયા પાગલ થઇ શકે છે. અમે અમારો પરસેવો પાડવા માટે તૈયાર છીએ અમે પૈસા ખર્ચ કરવા માટે તૈયાર. જેથી કરીને યુગાન્ડાને લાભ મળે અને દુનિયા પણ સ્વસ્થ રહે.
પીએમ મોદીએ યુગાન્ડના અર્થતંત્રને ફોર્મ્યુલા પણ આપી. આ ૫ એક ફાર્મ, ફાઇબર, ફૈબ્રિક, ફેશન, ફારન છે. તેમણે કહ્યુ કે યુગાન્ડામાં કપાસની ખેતી થાય, કપાસમાંથી દોરા બને, દોરામાંથી કપડા બને, કપડામાંથી અલગ-અલગ વસ્ત્રો બને અને પછી તે કેટલાંય દેશોમાં જાય. ત્યારે તે કપાસનો વિકાસ થશે.
(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
પ્રેસ કાર્ડ આપવામાં આવશે

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY