તહેવારના સમયમાં કેબની સવારી બનશે મોંઘી,એક વર્ષમાં ૧૫ ટકાનો વધારો કર્યો

0
11

ન્યુ દિલ્હી,તા.૨૬
ઓલા અને ઉબેર બંને કંપનીઓને પ્રતિદિન ૩૨થી૩૫ લાખ જેટલા ગ્રાહકો મળતા હોવા છતાં છેલ્લા એક વર્ષમાં ઓલા અને ઉબેર પોતાના ભાડામાં આશરે ૧૫ટકા જેટલો વધારો કર્યો છે. એક રિસર્ચ મુજબ આ એપ આધારિત કેબના બુકિંગ પર ગત વર્ષે લગભગ ૧૯૦ રૂપિયા લેવામાં આવતા હતા જે વધીને અત્યારે ૨૨૦ રૂપિયાનો વધારો થયો છે.
ગ્રાહકો પાસે લેવામાં આવનાર ભાડામાં વધારો કરવામાં આવ્યો છે ત્યાં બીજી બાજુ આ એપના ડ્રાઈવરોને જે ઇંસેટિવ મળે છે તેમાં ઘટાડો થયો છે. આ કારણે જ મુંબઈ અને દિલ્લીના ઓલા-ઉબેરના ડ્રાઈવરોએ તેમની સામે હડતાળ પાડીને મોરચો માંડ્યો હતો.
આ ડ્રાઈવરોએ કામના કલાક ઘટાડતા તેમજ આવક અને ઇંસેટિવ્સ ઘટાડતા વિરોધ કર્યો હતો. ઓનલાઈન એપ ધરાવતી કેબની સવારી પર સૌથી વધુ ભાવ બેંગ્લુરુમાં જાવા મળ્યા છે. આ બંને કંપનીઓના ડ્રાઈવરોની માસિક આવક ૨૦૧૬માં ૩૦ હજાર રૂપિયા જેટલી હતી જે અત્યારના સમયમાં ઘટીને ૨૦ હજાર રૂપિયા થઈ ગઈ છે.
જેમાં કંપનીઓએ ઇંસેટિવ્સનો પણ સમાવેશ કરી દીધો છે જ્યારે વાહનના ઈએમઆઈ પેમેંટસનો સમાવેશ કર્યો નથી. આમ, અત્યારે પેટ્રોલ અને ડીઝલના જે ભાવ વધ્યા છે તેની અસર તેમની માસિક આવક પર જાવા મળી છે. ઇંધણના ભાવોમાં વધારાને કારણે પેટ્રોલ-ડીઝલ અને મેંટનેંસનો ખર્ચ ઓગસ્ટ મહિનાથીમાં પ્રતિ માસ ૭૦૦ રૂપિયા વધ્યો છે. ડ્રાઈવરોની આવકમાં ઘટાડો અને કેબની સવારીમાં વધારો કરતાં એવુ માનવામાં આવી રહ્યું છે કે બંને કંપનીઓ ફક્ત પોતાના નફા અંગે વિચાર કરી રહી છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY