ન્યુ દિલ્હી,તા.૨૩
વર્ષ ૨૦૦૧માં ફરિદાબાદ ખાતે પંદર વર્ષની પિતરાઇ પર કથિત બળાત્કાર કરવાને મામલે ૧૦ વર્ષની જેલની સજા ભોગવી રહેલી વ્યક્તિને સુપ્રીમ કાર્ટે એમ કહીને નિર્દોષ જાહેર કર્યો હતો કે તેની વિરુદ્ધના આક્ષેપો પુરવાર થઈ શક્્યા નથી.
ન્યાયાધીશ એન. વી. રામન્ના અને મોહન એમ. શાંતાનગોદરની બનેલી ખંડપીઠે શામસિંહ અને તેના ભાઈ જયસિંહને દોષી ઠેરવતા ટ્રાયલ કાર્ટે વર્ષ ૨૦૧૧માં આપેલા ચુકાદાને માન્ય રાખતા પંજાબ અને હરિયાણા કાર્ટના આદેશને નામંજૂર કર્યો હતો.
સાત વર્ષથી જેલવાસ ભોગવી રહેલા શામસિંહે સુપ્રીમ કાર્ટનો આશરો લીધો હતો તો તેના જયસિંહે અરજી દાખલ નહોતી કરી કેમ કે કેસને મામલે તેણે તેને આપવામાં આવેલી દસ વર્ષની સજા પૂરી કરી લીધી હતી.
સુપ્રીમ કાર્ટે આ વાસ્તવિકતાની નોંધ લીધી હતી કે ઘટનાને મામલે પંચાયત બોલાવનાર બચાવ પક્ષના બે સાક્ષીઓની ઉલટતપાસ દરમિયાન તેમણે બળાત્કારના ગુનાનો ઉલ્લેખ નહોતો કર્યો અને ટ્રાયલ કાર્ટના નિવેદનમાં પણ તેને રદિયો આપવામાં આવ્યો હતો.
કરવામાં આવેલા આક્ષેપો મુજબ બંને પરિવાર વચ્ચે લાંબા સમયથી ચાલતા વિવાદને કારણે આરોપીઓના પરિવારજનો વિરુદ્ધ બદલો લેવા આ આક્ષેપ કરવામાં આવ્યા હોવાની પૂરી શક્્યતા હોવાનું કાર્ટે કહ્યું હતું.
(જી.એન.એસ.)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે



"વંદે માતરમ ,ભારત માતાકી જય"





