ટેક્સાસ,તા.૯
અમેરિકાના ટેક્સાસમાં આવેલ હ્યુસ્ટનમાં એક અજીબોગરીબ કિસ્સો સામે આવતા દરેક લોકો હેરાન થઇ ગયા છે. એક વ્યક્તિ ૬૮ વર્ષના મહિલાના ઘરના દરવાજા સામે હસ્તમૈથુન કરતો હતો. દાદીને ગુસ્સો આવ્યો તો ગોળી ઠોકી દીધી.
સ્થાનિક મીડિયાનુસાર સાંજે પાંચ વાગ્યાની આસપાસ જ્યારે એક મહિલા પોતાના ઘરનો કચરો ફેંકવા બહાર નીકળે છે તો સાઇકલ ચલાવી રહેલ શખ્સ તેમની સામે જોઇ હસ્તમૈથુન કરી ગંદા ઇશારાઓ કરી રહ્યો હતો. મહિલાને ખોટી શંકા થતા તે તરત જ ઘરની અંદર જતી રહી. હસ્તમૈથુન કરતો આ વ્યક્તિ તેનો પીછો કરવા લાગ્યો.
૬૮ વર્ષના મહિલાએ કહ્યું કે એક શખ્સ ઘરની બહાર આવ્યો અને પેન્ટ ઉતારી હસ્તમૈથુન કરવા લાગ્યો. મેં તેને કહ્યું કે મારા ઘરથી દૂર જા નહીં તો ગોળી મારી દઇશ. પરંતુ તે થોભ્યો નહીં, એ સમયે મારા ઘરમાં મારી ૧૪ વર્ષની પૌત્રી પણ હતી. આ શખ્સ ઘરના દરવાજા પર હસ્તમૈથુન કરી રહ્યો હતો. ત્યારબાદ હું ઘરની અંદરથી બંદૂક લઇ આવી અને દરવાજા પર જ શૂટ કરી દીધો.
આ અંગે હ્યુસ્ટનના પોલીસ ઓફિસર ક્રાસને કહ્યું કે શખ્સને છાતી પર ગોળી લાગી. શખ્સ સાઇકલ લઇને ભાગ્યો અને પેડલ મારતો બહાર જવા લાગ્યો. શખ્શ શેરીની બહાર પણ પહોંચ્યો નહીં ત્યાં બેહોશ થઇ ગયો. ત્યારબાદ તેને તરત હોસ્પિટલમાં દાખલ કરાયો. હૈરિસ કાઉન્ટ અટોર્ની ઓફિસ કેસનો રિવ્યુ કરી રહી છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત અખબાર
૧૫ મી ઓગસ્ટ ના રોજ ૧૫ માં વર્ષ માં આપ સૌ ના આશીર્વાદ થી પ્રવેશે છે.🎂
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે


"વંદે માતરમ ,ભારત માતાકી જય"




