
રાજકોટમાં ગર્ભ પરીક્ષણ કરતી ટોળકીનો પર્દાફાશ, મહિલા સહિત ૪ લોકો ઝડપાયા
રાજકોટ,તા.૨૪
રાજકોટમાં ગર્ભ પરીક્ષણ કરતી ટોળકીનો પોલીસે પર્દાફાશ કર્યો છે. ક્રાઈમ બ્રાંચે ડમી ગ્રાહક બનાવીને સમગ્ર ઓપરેશન સફળ રીતે પાર પાડ્યું હતું. રાજ્યમાં અવાર નવાર ખાનગી હોસ્પિટલમાં ગર્ભ પરીક્ષણને લઈને સમાચારો પ્રકાશિત થતા રહે છે. સરકાર ‘બેટી બચાવો બેટી પઢાવો’ના સૂત્ર સાથે લોકોને પ્રોત્સાહન મળતું રહે તેવા પ્રયાસો કરતી રહે છે. તેમ છતાં લોકોની આંખો ખૂલતી નથી, અને ખાનગી દવાખાનામાં ગર્ભ પરીક્ષણ કરાવતા હોય છે. જેથી આવા ગર્ભપરીક્ષણ કરતા ડોક્ટરોને પ્રોત્સાહન મળતું રહે છે.
હાલ એક એવો કિસ્સો રાજકોટમાં સામે આવ્યો છે. અહીં રાજકોટના ચોટીલામાં મણીરત્ન હોસ્પિટલના સંચાલક ગેરકાયદેસર ગર્ભ પરીક્ષણ કરતા હતા. આ ઘટનામાં ડોક્ટર વાયરલેસ આધુનિક મશીનથી આઈપેડના કોન્ટેક્ટ મારફતે ગર્ભપરીક્ષણ કરતા હતા. આ ઘટનામાં ડોક્ટરના સંચાલકને ગ્રાહક મળ્યા બાદ રાજકોટના રહેણાંક મકાનમાં પરીક્ષણ કરવામાં આવતું હતું.
આ ગેરકાયદેસર ચાલતા ગર્ભ પરીક્ષણ અંગે કલેક્ટરને ફરિયાદ મળી હતી. ફરિયાદ મળતા કલેક્ટરે કમિશનરને સૂચના આપ્યા બાદ ઓપરેશન માટે ક્રાઈમ બ્રાંચને જાણ કરી હતી. ક્રાઈમ બ્રાંચે સમગ્ર ઘટનાનો ભાંડો ફોડવા એક ડમી ગ્રાહકનો સહારો લીધો હતો. ત્યારબાદ ડમી ગ્રાહકે ડાક્ટરનો સંપર્ક કરી સમગ્ર ઓપરેશનનો પર્દાફાશ કર્યો હતો. આ ઘટનામાં રાજકોટ ક્રાઈમ બ્રાંચને ડોક્ટરની ડિગ્રી વગર ગર્ભ પરીક્ષણ કરતી મહિલાને ઝડપી હતી. આ સિવાય પોલીસે મહિલા સહિત અન્ય ૪ લોકોને ઝડપી પાડ્યા હતા.
રાજકોટ ક્રાંઈમ બ્રાંચે ચોટીલાના રમાબેન બડમલિયા સહિત રાજકોટના ૩ લોકોને ઝડપાયા હતા. પોલીસે ધરપકડ કરાયેલા લોકોમાં મહેશ રાઠોડ, નિતેન્દ્ર સોલંકી, હરેશ કારિયાનો સમાવેશ થાય છે. આ ઘટનામાં પોલીસને જાણવા મળ્યું હતું કે, નિતેન્દ્ર સોલંકીના રાજકોટના મકાનમાં ગેરકાયદેસર ગર્ભ પરીક્ષણ કરવામાં આવતું હતું. હાલ સમગ્ર મામલે ક્રાઈમ બ્રાન્ચે વધુ તપાસ હાથ ધરી છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે



"વંદે માતરમ ,ભારત માતાકી જય"





