કચ્છ,તા.૨૪
કચ્છમાં અછતગ્રસ્ત કે અર્ધઅછતગ્રસ્ત તાલુકા-ગામોમાં સરકારી અધિકારી કે કર્મચારીને વહીવટીતંત્ર તરફથી અછતને લગતી કોઇપણ સોંપવામાં આવે તો તેનો બહિષ્કાર કે ઇન્કાર કરી શકશે નહીં, તેવું એક જાહેરનામું જિલ્લા મેજિસ્ટ્રેટ રેમ્યા મોહને ફોજદારી કાર્યરીતિ અધિનિયમ-૧૯૭૩ની કલમ-૧૪૪થી સત્તાની રૂએ બહાર પાડવામાં આવ્યું છે.
આ જાહેરનામામાં જણાવ્યા અનુસાર ગુજરાત સરકારના મહેસુલ વિભાગ, ગાંધીનગરના તા.૭ ઓગષ્ટના ઠરાવથી કચ્છ જિલ્લાના અછતગ્રસ્ત તમામ તાલુકાઓમાં રાહતદરે ઘાસ વિતરણ કરવા નિર્ણય કરવામાં આવ્યો છે. અછતની પરિસ્થિતિમાં લોકોને પીવાના પાણી, રોજગારી, પશુઓને ઘાસચારાની વ્યવસ્થા કરવાની જરૂરિયાત રહે છે અન્યથા લોકોના જાનમાલ, સ્વાસ્થ્યને તથા પશુઓના પણ જાનનો જાખમ થવાનો સંભવ રહે છે. અછતની પરિસ્થિતિને પહોંચી વળવા સરકારી અધિકારી તથા કર્મચારીઓને વિશેષ કામગીરી સોંપવામાં આવતી હોય છે. આ કામગીરી તેઓએ તેઓની ફરજ ઉપરાંત વધારાના ચાર્જ તરીકે સંભાળવાની રહે છે.
આ જાહેરનામું ૨૪ ઓગષ્ટ થી ૨૨ ઓક્ટોબર સુધી અમલમાં રહેશે અને કોઇપણ સરકારી અધિકારી કે કર્મચારી અછતને લગતી તેઓને સોંપવામાં આવેલી કામગીરીનો બહિષ્કાર કે ઇન્કાર કરશે તો ભારતીય ફોજદારી ધારાની કલમ-૧૮૮ હેઠળ શિક્ષાત્મક કાર્યવાહીને પાત્ર ઠરશે અને આ હુકમનો અમલ તથા ભંગ બદલ પગલાં લેવા માટે હેડ કોન્સ્ટેબલથી નીચેના દરજ્જાના ન હોય તેવા પોલીસ અધિકારીઓને અધિકૃત કરવામાં આવે છે, તેમ જાહેરનામા દ્વારા વધુમાં જણાવાયું છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



