તલાટીને રૂ. ૨૦૦ની લાંચ લેવી મોંઘી પડી, થઇ ૧૦ વર્ષની સજા

0
8

મહીસાગર,તા.૨૨
સંતરામપુરમા તલાટી મહેન્દ્રસિંહ પાંડોરને કોર્ટે ૧૦ વર્ષની સજા ફટકારી છે. એસીબીના ઈતિહાસમાં પ્રથમ વખત ૨૦૦ રૂપિયાની લાંચ લેતા તલાટીને ૧૦ વર્ષની સેશન્સ કોર્ટ સજા ફટકારી છે.
મહત્વનુ છે કે, ૨૦૧૪માં શૌચાલયના ફોર્મના સહી કરવા માટે મહેન્દ્રસિંહ પાંડોરે ૨૦૦ રૂપિયાની લાંચની માગ કરી હતી. આ મામલે કોર્ટે તલાટીને સજા સંભળાવી છે.
મળતી માહિતી અનુસાર, મહિસાગરના સંતરામપુરમાં ડોળી ગ્રામપંચાયતના તલાટી કમ મંત્રી મહેન્દ્રસિંહ પાંડોર વિરૂદ્ધ સેસન્સ કોર્ટમાં કેસ ચાલતો હતો. સરકારની નિર્મળ ભારત યોજના હેઠળ ગામના રાજેશભાઇ રજાતને શૌચાલય બનાવવા તલાટીનો સંપર્ક કર્યો હતો.
જેમાં તેમણે ફોર્મ ભરવા અને સહી સિક્કા કરવા માટે ૨૦૦ રૂપિયા માંગ્યા હતા. ત્યારબાદ તેઓ લાંચ લેતા ઝડપાયા હતા.
મહત્વનું છે કે, વર્ષ ૨૦૧૪માં એસીબીની કલમ ૭ અને ૧૩માં સુધારો આવ્યા બાદની આ પ્રથમ ઘટના હોવાનું જણાય આવે છે. જેમાં આરોપીને ભ્રષ્ટાચારના કેસમાં ૧૦ વર્ષની સજા થઇ છે.
આ પ્રકારે ભ્રષ્ટાચાર થતા અનેક સવાલો ઉદભવી રહ્યા છે… કે શું તલાટી કમ મત્રીઓને પગાર નથી આપતી સરકાર? શું તલાટીઓ તમામ પ્રકારના કામમાં લાંચ લઇ રહ્યા છે? ત્યારે હાલ તો આ પ્રકારે ૧૦ વર્ષની સજા બાદ સરકારી બાબુઓમાં ફફડાટ મચી જવા પામ્યો છે.

(જી.એન.એસ)

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY