અમારું લક્ષ્ય ૧૦૦ સ્કૂલ પ્રવેશ અને ઝીરો ડ્રોપ આઉટ છે: સીએમ રૂપાણી

0
9

ગાંધીનગર,તા.૨૨
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગાંધીનગરની આર.જી. કન્યા વિદ્યાલયથી શહેરી ક્ષેત્રના શાળા પ્રવેશોત્સવનો પ્રારંભ કરાવ્યો હતો. ધોરણ-૯માં ૩૫૦ વિદ્યાર્થિનીઓને શાળા પ્રવેશ કરાવ્યો હતો. આ પ્રસંગે તેમણે રાઇટ ટૂ એજ્યુકેશનને લઈને પ્રતિક્રિયા આપી હતી. તો બીજી તરફ હાર્દિક પટેલ અને અલ્પેશ ઠાકોર આરટીઈ અને શાળા સંચાલકોની દાદાગીરી બાબતે અક મંચ પર આવવા બાબતે પૂછાયેલા સવાલનો જવાબ આપવાનું ટાળ્યું હતું.
આ અંગે મીડિયા સાથે વાતચીત કરતા મુખ્યમંત્રી રૂપાણીએ જણાવ્યું હતું કે રાઇટ ટૂ એજ્યુકેશન હેઠળ ૯૦ ટકા શાળાઓમાં પ્રવેશ આપી દેવાયો છે. ૧૦ ટકા એવી સ્કૂલો છે જેમાં કોઈ સમસ્યા કે પ્રશ્ન છે. બહુ ઝડપથી તેનું નિરાકરણ લાવી દેવામાં આવશે.
રૂપાણીએ વધુમાં જણાવ્યું હતું કે, “શહેરી વિસ્તારોમાં ૧૦૦ ટકા બાળકો શાળામાં પ્રવેશ મેળવે તે અમારી પ્રાથમિકતા છે. અગાઉ શહેરી વિસ્તારના ૨૦થી ૨૨ ટકા બાળકો સ્કૂલોમાં પ્રવેશ મેળવતા ન હતા. રાજ્ય સરકાર દર વર્ષે શિક્ષણ પાછળ ૨૫ હજાર કરોડનો ખર્ચ કરે છે. સરકારનું લક્ષ્ય ઝીરો ડ્રોપ આઉટ છે. સરકાર ઇચ્છે છે કે રાજ્યનું દરેક બાળક ઓછામાં ઓછો ધોરણ-૧૨ સુધી અભ્યાસ કરે. સરકારી શાળાઓમાં પણ ગુણવત્તાવાળું શિક્ષણ મળે તે માટે અમે કાર્યકત છીએ. આ મુદ્દે અમે ખૂબ ચિંતિત છીએ. અમારું લક્ષ્ય ૧૦૦ સ્કૂલ પ્રવેશ અને ઝીરો ડ્રોપ આઉટ છે.”
આ અંગે મીડિયા સાથે વાતચીત કરતા રૂપાણીને હાર્દિક અને અલ્પેશ એક મંચ પર આવી રહ્યા છે તે અંગે સવાલ પૂછાયો હતો. જાકે, તેમણે આ અંગે કંઈ પણ કહેવાનો ઇન્કાર કર્યો હતો.

(જી.એન.એસ)

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY