સાસણ ગીર ખાતે હાલ ઉનાળાની ગરમીમાં પણ ટુરીસ્ટો  લાખોની સંખ્યામાં ઉમટી પડયા

0
68

 

ગુજરાત મા હીટવેવના વાતાવરણમા પણ સાસણ ગીર મા ટુરીસ્ટો નો ઘસારો….

ઓનલાઇન પરમીટ નો 90 નો કોટો પણ ઓછો પડે છે...

ઘણા ટુરીસ્ટો ને ના છુટકે દેવળીયા પાકઁ ખાતે સિહ દશઁન માટે જવુ પડે છે.ઓનલાઇન બુકિંગ ના કોટા વધારાય તેવી ટુરીસ્ટો ની માંગ.

એશિયાટિક સિહો ની જન્મભૂમિ એવા સાસણ ગીર ખાતે કોઇ પણ સમયે ટુરીસ્ટો નો ઘસારો જોવા મળે છે ત્યારે  હાલ ઉનાળાની કાળજાળ ગરમીમાં અને સમગ્ર ગુજરાત મા હીટવેવ નુ વાતાવરણ હોવા છતા ટુરીસ્ટો  સાસણ ગીર ના વિશ્ર્વ સુપ્રસિધ્ધ એશીયાન્ટીક સિહો ની એક ઝલક જોવા માટે દેશ વિદેશથી ઉમટી પડયા છે જેના લીધે સાસણ ગીર ખાતે  હાલ 90 ઓનલાઇન બુકિંગ નો કોટો છે તે પણ ઓછો પડે છે જેના લીધે દુર દુરથી આવતા ટુરીસ્ટો ને સિહ દશઁન માટે ઘણી રાહ જોવી પડે છે  જોકે  દેવળીયા પાકઁ ખાતે સિહ દશઁન ની વ્યવસ્થા  કરાઇ છે જ જેમા ગમે ત્યારે સિહ દશઁન વગર બુકીંગ  કરવા મળે છે . પરંતુ ખુલ્લી જીપ્સી મા સિહ ને જોવાનો લ્હાવો કંઇક ઓર જ છે .ત્યારે હાલમા તો સાસણ ગીર ટુરીસ્ટો થી ઉભરી રહ્યુ છે .તમામ હોટલો , રેસ્ટોરન્ટ, ફામઁ હાઉસ, ગેસ્ટહાઉસ  મા હાઉસફુલ જોવા મળી રહ્યુ છે..

હાલમા ગુજરાત ભરમાં 42 ડીગ્રી તાપમાન  થી સમગ્ર ગુજરાત મા હીટવેવ નુ વાતાવરણ હોવા છતા  સાસણ ગીર મા ટુરીસ્ટો નો  ખૂબજ મોટા પ્રમાણમાં  ઘસારો જોવા મળી રહ્યો છે. ઓનલાઇન બુકિંગ તો ટુરીસ્ટો કરી રહ્યા છે પરંતુ તેમા પણ વેઇટીંગ જોવા મળે છે .સાસણ મા લીમીટેડ  90 પરમીટ હોય છે અને  ત્રણ ટ્રીપ ટુરીસ્ટો ને સવારે , બપોરે અને સાંજે કરાવામાં આવે છે જેમા એક ટ્રીપમાં  30 એમ કુલ 90 પરમીટ જ હાલ રાખવામા આવી છે  જોકે કન્ફોમઁ  ન થયેલા ટુરીસ્ટો માટે  દેવળીયા પાકઁ   ખાતે સિહ દશઁન ની વ્યવસ્થા કરાઇ છે.

ગુજરાત મા ભલે હીટવેવ નુ વાતાવરણ હોય પરંતુ  ટુરીસ્ટો  સાસણ મા ગીર સફારી મા સિહ ને જોવાનો લ્હાવો ચુકતા નથી અને ટુરીસ્ટો સાસણમા ઉમટી પડયા છે.

હાલમા ઓનલાઇન બુકિંગ કરાવેલ હોવા છતા પણ ઘણા ટુરીસ્ટો ને સાસણ મા આવીને સિહ દશઁન માટે ઘણી રાહ જોવી પડે છે  ત્યારે ટુરીસ્ટો ઘણા હેરાનગતી પણ ભોગવી રહેલા જોવા મળ્યા હતા . જો 90 પરમીટ  થી વધુ પરમીટ આપવામાં આવે  તેવી ટુરીસ્ટો ની માંગ ઉઠવા પામેલ છે…

મનીષ ડાકી બ્યુરો રીપોર્ટ-જૂનાગઢ
70161 59934

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY