અમદાવાદ,તા.૨૦
લાલજી પટેલને હાઇકોર્ટ તરફથી મોટી રાહત અપાઇ છે. પાટીદાર આંદોલન સમયે વિસનગરના ધારાસભ્યની ઓફિસમાં તોડફોડ મામલે થયેલી સજા પર હાઇકોર્ટે લાલજી પટેલને સ્ટે આપી દિધો છે. વિસનગર કોર્ટે તોડફોડના ગુનામાં બે વર્ષની સજા ફટકારી હતી. આ ચુકાદાને લાલજી પટેલ અને એ.કે. પટેલે હાઇકોર્ટમાં પડકાર્યો હતો. જેમાં બન્નેને રાહત આપવામાં આવી છે.
મહત્વનું છે કે, પાટીદાર દ્વારા અનામત આંદોલન દરમિયાન વિસનગરમાં ધારાસભ્ય ઋષિકેશની ઓફિસમાં તોડફોડ મામલે કોર્ટે ચૂકાદો આપતા હાર્દિક પટેલ, લાલજી પટેલ અને એ.કે.પટેલને દોષિત જાહેર કર્યા હતા. ત્યારે આ અગાઉ વિસનગર કેસમાં હાર્દિક પટેલને થોડી રાહતના મળી હતી. વિસનગર કોર્ટે હાર્દિકની અરજી ગ્રાહ્ય રાખી હતી. હાર્દિક પટેલની સજાના આદેશ પર હાઇકોર્ટે સ્ટે ઓર્ડર લગાવ્યો હતો.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે



"વંદે માતરમ ,ભારત માતાકી જય"


