જૂનાગઢ,તા.૧
જૂનાગઢના ગડું પાસે ઘાસ ભરેલી ટ્રકમાં આગ લાગી હતી. ટ્રકને ઈલેક્ટ્રીક વીજ તાર અડી જતા આગ લાગી હતી. ટ્રકમાં આગ લાગતા ગામના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. આ ઘટનાની જાણ થતા ફાયર વિભાગના અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. ત્યારબાદ ફાયર વિભાગે મહામહેનતે આગ પર કાબૂ મેળવ્યો હતો.
આ ઘટના મામલે મળતી જાણકારી અનુસાર, ગત મોડી રાતે જૂનાગઢ નજીક આવેલ ગડું નજીક ઘાસ ભરેલ એક ટ્રક ઇલેક્ટ્રીક વાયરને અડકી ગઇ હતી. જીવતા વાયરને અડકી જતાં તીખારો થયો હતો અને અચાનક ટ્રકમાં આગ ભભૂકી ઉઠી હતી. આ ઘટનાની જાણ થતા જ આસપાસના સ્થાનિક લોકો ટોળે વળ્યા હતા.
આ ઘટનાની જાણ નજીકના ફાયર સ્ટેશનને કરવામાં આવતા તાત્કાલિક અસરથી ફાયર વિભાગના જવાનો ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા અને ટ્રક પર પાણીનો સતત મારો ચાલવતા અંતે આગ પર કાબૂ મેળવ્યો હતો. જો કે, આ આગની આ ઘટનામાં સમગ્ર ટ્રક બળીને ખાખ થઇ ગયો હતો.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજે જ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861*



"વંદે માતરમ ,ભારત માતાકી જય"






