બદલો લેવાની ભાવના : કાકીએ એક વર્ષના ભત્રીજાને ટાંકીમાં ડૂબાડી મોતને ઘાટ ઉતાર્યો

0
25

અમદાવાદ,તા.૧
માણસની અંધશ્રદ્ધા અને બદલાની ભાવના જ્યારે ચરમસીમાએ પહોંચે છે ત્યારે માણસ કોઇ પણ હદ પાર કરી જવા તૈયાર થતો હોય છે. આવી જ અંધશ્રદ્ધા અને બદલાની ભાવનાનો ભોગ નાનું એક વર્ષનું બાળક બન્યું છે.
શહેરના છેવાડે આવેલા લાંભા નજીકના લક્ષ્મીપુરા ગામના નટવરનગરમાં રહેતી સગી કાકીએ પોતાના એક વર્ષના ભત્રીજાને ધાબા પર આવેલી પાણીની ટાંકીમાં ફેંકી દઇ તેની કારમી હત્યા કરી નાખી હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.
દશામાના વ્રત દરમ્યાન ઘરમાં અપવિત્ર વસ્તુઓ લાવી હેરાન કરતાં હોવાથી બદલો લેવાની ભાવના સાથે તેણે ઘરના સૌ સભ્યના લાડકા એવા એક વર્ષના બાળકની હત્યા કરી નાખી હોવાની કબૂલાત કરી હતી. અસલાલી પોલીસે આ અંગે ગુનો નોંધી મહિલાની ધરપકડનાં ચક્રો ગતિમાન કર્યાં છે.
મળતી માહિતી મુજબ લાંભા નજીકના લક્ષ્મીપુરા ગામના નટવરનગરમાં રેખાબહેન ધર્મેન્દ્રસિંહ વાઘેલા (ઉં.વ.૩૪) તેમના પતિ, મોટી દીકરી સંજના, નાની દીકરી કાવ્યા તેમજ એક વર્ષના દીકરા દિવ્યરાજ સાથે રહે છે. તેમની સાથે તેમના દિયર મનોજભાઇ, તેમની પત્ની ભાવના અને સાસુ-સસરા પણ રહે છે.
ગઇ તા.ર૦ ઓગસ્ટના રોજ દક્ષ (દિવ્યરાજ) સવારે ૧૧-૩૦ના સુમારે ઘરમાંથી ગુમ થતાં તેની આસપાસ અને ઘરમાં શોધખોળ હાથ ધરી હતી. ઘરની છત પર આવેલી પાણીની ટાંકીમાં તપાસ કરતાં દક્ષની લાશ મળી આવી હતી. તેને એલ.જી. હોસ્પિટલે લઇ જતાં ડોકટરે મૃત જાહેર કર્યો હતો.
આ મામલે અસલાલી પોલીસને જાણ કરાતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી. પોલીસે દક્ષના મોતના મામલે અકસ્માતે મોતની ફરિયાદ નોંધી હતી. દક્ષના મૃત્યુ બાદ તેનું મોત પાણીની ટાંકી પડી જવાથી કઇ રીતે થયું હશે તેની સતત ચર્ચા પરિવારજનોમાં ચાલી હતી.
(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજે જ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861*

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY