જેટની મુંબઈ-જયપુર ફ્લાઈટમાં યાત્રિકોના કાન-નાકમાંથી લોહી વહેવા લાગ્યું!!

0
9

મુંબઈ,તા.૨૦
મુંબઇથી જયપુર જતી જેટ એરવેઝની ફ્લાઇટમાં એક મોટી દુર્ઘટના થતાં થતાં રહી ગઇ. ક્રૂ મેમ્બર્સની એક ભૂલનાં કારણે ફ્લાઇટને અધવચ્ચેથી જ મુંબઇ પરત ફરવું પડ્યુ હતું. હકિકતમાં ક્રુ મેમ્બર કેબિનની પ્રેશર મેઇન્ટેઇન કરવાની સ્વિચ (હવાનું દબાણ જાળવી રાખવાની સ્વિચ) ચાલુ કરવાનું ભૂલી ગયો હતો. ફ્લાઇટમાં આશરે ૧૬૬ યાત્રી અને ૫ ક્રુ મેમ્બર્સ સવાર હતાં.
જેના કારણે ફ્લાઇટમાં સવાર ૧૬૬ મુસાફરો માંથી ૩૦ મુસાફરોનાં કાન અને નાકમાંથી લોહી નીકળવા લાગ્યું હતું. તે ઉપરાંત ઘણાં યાત્રીઓનાં માથામાં દુખાવાની સમસ્યા સર્જાઇ હતી. હાલમાં આ તમામ યાત્રીઓનું ઇલાજ મુંબઇ એરપોર્ટ પર જ ચાલી રહ્યું છે.
જેટ એરેવેઝની મ્૭૩૭ની ૯ઉ ૬૯૭ ફ્લાઇટ મુંબઇથી જયપુર જવા રવાના થઇ રહી હતી. જે દરમિયાન કેબિન ક્રુ તે સ્વિચ ઓન કરવાનું ભૂલી ગયો હતો. જેનાંથી ફ્લાઇટમાં ઓક્સિજન મેન્ટેઇન ન થયો. દૂર્ઘટના બાદ ડ્ઢય્ઝ્રછએ ક્રુ-મેમ્બ્સને રોસ્ટરથી હટાવી દીધા છે.
આ દૂર્ધટના બાદ જેટ એરવેઝ તરફથી નિવેદન આપવામાં આવ્યુ છે કે, દૂર્ધટના બાદ ફ્લાઇટને મુંબઇ પરત લાવવામાં આવી છે જે દરમિયના ફ્લાઇટમાં ૧૬૬ યાત્રી, ૫ ક્રુ મેમ્બર્સ હાજર હતાં. જે યાત્રીઓને સમસ્યા થઇ રહી હતી તેમનો ઇલાજ થઇ રહ્ય છે.
જેટ એરવેઝનું કહેવું છે કે, જે ક્રૂ મેમ્બર્સ ફ્લાઇટમાં હતા તેમને રોસ્ટરથી હટાવી દેવામાં આવ્યા છે. જ્યા સુધી આ મામલાની સંપૂર્ણ તપાસ નહીં થાય ત્યાં સુધી તે તમામ ઓફ રોસ્ટર રહેશે. તમામ યાત્રીઓ માટે અન્ય ફ્લાઇટનું બંદોબસ્ત કરવામાં આવી રહ્યું છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY