મુંબઈ,તા.૨૦
શું તમે સતત ધુમ્રપાન કરો છો? જા એમ હોય તો, તમે તમારા જીવનને તો જાખમમાં મૂકી જ રહ્યાં છો સાથે સાથે તમારા બાળકોના જીવને પણ જાખમ તરફ લઈ જય રહ્યા છો. સંશોધકોએ ચેતવણી આપી છે કે પુખ્ત વયના લોકોમાં ક્રોનિક અવરોધક પલ્મોનરી રોગ (સી.ઓ.પી.ડી.) ના કારણે આ મૃત્યુનું જાખમ વધી શકે છે. અભ્યાસમાં જાણવા મળ્યું છે જે વ્યક્તિ પોતાના બાળપણ થી ધૂમ્રપાન કરતી વ્યક્તિ સાથે જીવતા હોય તેમાથી ૩૧ ટકા લોકો ક્રોનીક ઓબ્સટ્રકટિવ પલ્મોનારી ડીસીસ થી પીડાય છે. જ્યારે ધૂમ્રપાન કરનારાઓના સંપર્કમાં રહેતા નવ ટકા લોકોને મૃત્યુનું જાખમ રહે છે.
તેમાં ગંભીર હદયરોગમાં મૃત્યુ પામવાની સંભાવના ૨૭ ટકા, હુમલાના કારણે મૃત્યુનું જાખમ ૨૩ ટકા , અને સીઓપીડીથી સૌથી વધુ ૪૨ ટકા મૃત્યુની સંભાવના રહે છે. અમેરિકાની અમેરિકન કેન્સર સોસાયટીના એપિડેમિયોલોજિસ્ટ ડબલ્યુ રયાન ડાયવર એ કહ્યુ, “આ પ્રથમ અભ્યાસ કે જેમાં મધ્યમ તેમજ તેનાથી ઓછી વયના લોકોમાં ક્રોનીકલ ઓબ્સટ્રકટિવ ડીસીસ થી ધૂમ્રપાન ના કરવા વાળા વ્યક્તિ અને બાળપણની વચ્ચેના સંબંધને દર્શાવવામાં આવ્યો છે.
અભ્યાસ બાદ મેળવવામાં આવેલા તારણો પણ દર્શાવે છે કે અન્ય વ્યક્તિ દ્વારા ધૂમ્રપાનના સંપર્કમાં આવતા પુખ્ત વયના લોકોમાં ક્રોનીકલ ઓબ્સટ્રક્ટ્રિવ ડીસીસ દ્વારા મૃત્યુનું જાખમ વધુ પ્રમાણમાં રહે છે. અભ્યાસ માટે તૈયાર કરેલી ટીમમાં ૫૦-૭૪ વર્ષની વયના ધુમ્રપાન ન કરનારા ૭૦૯૦૦ પુરુષો અને સ્ત્રીઓ સામેલ હતા. અભ્યાસ માટે તેમને ૨૨ વર્ષ મોનીટર કરવામાં આવ્યા હતા. ત્યારબાદ આ અભ્યાસનું તારણ પ્રાપ્ત થયું છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"


