સુરત, તા.૧૨
મહારાષ્ટ્રના જલગાંવથી રોકડ રકમ લઈ અને સુરત તેમજ અમદાવાદ અોફિસમાં રોકડા રૂપિયાની ડિલીવરી આપવા આવી રહેલા સુરતની આંગડીયા પેઢીના બે કર્મચારીને મહારાષ્ટ્રના પિપલનેર નજીક બંદૂકની અણીએ લૂંટી લેવામાં આવ્યા હતા. મોટી રોકડ રકમ લૂંટીને પલાયન થયેલી લૂંટારૂ ટોળકી પાસે સુરત પાસિંગની ઈનોવા ગાડી હતી અને આ ઘટનામાં સુરતની જ કોઈ ટોળકીના સભ્યો સામેલ હોવાનું પોલીસનું અનુમાન છે.
પોલીસ પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર સુરતની એક આંગડીયા પેઢીની અોફિસ મહારાષ્ટÿના જલગાંવ ખાતે પણ આવેલી છે. ગતરોજ સાંજે જલગાંવ અોફિસ પરથી આંગડીયા પેઢીના હરીશભાઈ પટેલ અને મેહુલભાઈ પટેલ નામના મૂળ સુરતના બે વ્યક્તિ ગાડીïમાં રોકડા રૂપિયા ૨ કરોડથી વધુïની રકમ લઈને સુરત તેમજ અમદાવાદ અોફિસમાં કેશ જમા કરાવવા માટે નીકળ્યા હતા. મેહુલ અને હરીશભાઈ પીંપલનેર નજીક રાયપુર જામતલાવ ગામની સીમમાંથી પસાર થતા હતા. ત્યારે તેમને સુરત પાસિંગની ઈનો ગાડી નંબર જીજે-૫-સીએલ-૨૨૪૩માં આવેલ છ વ્યક્તિએ આંતરી ઉભા રાખ્યા હતા. આ અજાણ્યા યુવાનોએ હરીશભાઈ તેમજ મેહુલભાઈને બંદૂïક અને છરીની અણીએ ધાક બતાવીને તેમની ગાડીમાં રહેલા રોકડા રૂ.૨ કરોડથી વધુની રકમ ભરેલી બેગ લૂંટી લીધી હતી. બાદમાં ઈનોવા કાર મારફત જ નાસી છુટ્યા હતા.
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




