ફરી અનુપ અને જસલીનની જુગલબંદી જોવા મળશે..?!!

0
17

મુંબઈ,તા.૨૭
ભજન સમ્રાટ અનુપ જલોટા અને તેની શિષ્યા જસલીન મથારુની જોડી ‘બિગ બોસ ૧૨’માં ખૂબ હાઇલાઇટ થઈ હતી. તેમની બંને વચ્ચેનું રિલેશનશિપ સ્ટેટસ શરૂઆતથી અંત સુધી કન્ફ્યુઝિંગ રહ્યું છે. જોકે, એ વાત પણ નકારી ન શકાય કે, ‘બિગ બોસ’ની એ સીઝનની ટીઆરપી વધારવામાં આ જાડીનું યોગદાન હતું. હવે આ શો પછી તેઓ બંને કોઈ પ્રોજેક્ટમાં સાથે જાવા મળી શકે છે.
વાસ્તવમાં જસલીને તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વીડિયો શૅર કર્યો છે કે જેમાં તે અનુપની સાથે રિયાઝ કરતી જોવા મળી રહી છે. જેની વીડિયો કેપ્શનમાં તેણે લખ્યું છે કે, ‘અનુપ જલોટાની સાથે મારું એક ફેવરિટ સોંગ ગાઈ રહી છું. વો ચુપ રહે તો મેરે દિલ કે દાગ જલતે હૈ. કેટલું સુંદર સોંગ છે.’ આ વીડિયોમાં અનુપ અને જસલીનની મ્યુઝિકલ જુગલબંદી જાવા મળે છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY