હવે બહારથી ભોજન મંગાવવાનો ક્રેઝ

0
240

ટુંક સમયમાં જ જે ચીજા અમારી લાઇફમાંથી વિદાય લેનાર છે તેમાં ઘરમાં રહેલા રસોડા પણ સામેલ છે. સિોડા હવે ઇતિહાસ બની જાય તેવી શક્યતા છે.

હવે મોટા શહેરોથી લઇને નાના શહેરોમાં પમ બહારથી ભોજન મંગાવવાની બાબત કોઇ ફેશન નહીં બલ્કે એક ટેવ બની રહી છે. રૂટીન હિસ્સા તરીકે બહારથી ભોજન મંગાવવાની બાબત બની રહી છે ત્યારે હવે ભવિષ્યમાં ઘરના રસોડા ખતમ થઇ શકે છે. નિયમિત જવનના હિસ્સા તરીકે આને ગણવામાં આવે છે. એવા પરિવારમાં જ્યાં પતિ અને પત્ન બંને નોકરી કરે છે અથવા તો પત્ન હાઉસવાઇફ છે અને ઘરમાં એક નાના બાળક છે તો તે ઘરમાં બંને સમયમાં અથવા તો કમ સે કમ એક વખતે બહારથી ભોજન મંગાવવામાં આવે છે.

મોટી વયમાં પહોંચી રહેલા પતિ અને પત્ન અને જેમના બાળકો બહાર રહે છે તેવા લોકો પણ સામાન્ય રીતે ભોજન બહારથી મંગાવેછે. જ્યારથી કેટલીક કંપનીઓ અલગ અલગ રેસ્ટોરન્ટથી ભોજન બહારથી મંગાવીને ઘરે પહોંચાડી દેવા લાગી છે ત્યારે આ સિલસિલો વધારે ઝડપથી વધી રહ્યો છે. હવે ઓનલાઇન ભોજન મંગાવવાની પણ ફેશન છે. આમાં ખર્ચ પણ એટલો જ થાય છે. અનાજ, તેલ, શાકભાજી અને અન્ય ચીજા મારફતે જેટલો ખર્ચ થાય છે તેટલો જ ખર્ચ આમા પણ થાય છે. હવે રસોડામાં સામાન્ય રીતે સન્નાટો રહે છે. ક્યારેય ક્યારેય ચા બનાવવા માટે રસોડામાં લોકો જાય છે. હવે મોટા ભાગની ચીજા રેડી ટુ કુક આવવા લાગી ગઇ છે. પેકેટ ખોલીને તરત જ તૈયાર કરી શકાય છે. આવી રીતે કેટલીક ચીજા આવવા લાગી ગઇ છે.

જાણકાર લોકો માની રહ્યા છે કે ટુંક સમયમાં જ ભારતમાં પેકેજ્‌ડ ભોજનનુ પ્રમાણ વધી જશે. શક્ય છે કે આજથી થોડાક વર્ષ બાદ રસોડા વગર મકાન બનાવવાની શરૂઆત કરવામાં આવશે. અથવા તો એક નાનકડા હિસ્સાને રસોડા તરીકે રાખવામાં આવશે. જેમાં ગેસ સિલિન્ડર પણ આવી શકશે નહીં. એટલે કે રસોડાની હાજરી પ્રતિકાત્મક રીતે રહી જશે. રસોડા ખતમ થવાની સ્થતીમાં દુખ મનાવવા માટે કોઇ કારણ નથી. વિતેલા વર્ષોમાં રૂઢીવાદી પરિવારમાં પુત્રવધુને રસોડાથી બહાર નિકળવા માટેની તક જ મળતી ન હતી. કેટલીક વખત તો મહેમાન આવી જવાની સ્થતીમાં એક જ પુત્રવધુ ૭૦-૮૦ રોટલી બનાવતી હતી.

રોટલી બનાવતી બનાવતી કેટલીક મહિલાઓ તો બિમાર પણ થઇ જતી હતી. તમામને ભોજન ખવડાવનાર મહિલા જ કેટલીક વખત તો ભુખી રહી જતી હતી. તાજેતરના આધુનિક સમયમાં કેટલાક પુરૂષો પણ રસોડામાં પ્રવેશી ગયા છે અને પોતાની પત્નને રસોડામાં તમામ પ્રકારની મદદ કરે છે. રસોડાની આગમાં કેટલીક મહિલાઓની મહત્વકાંક્ષા તો સ્વાહા થઇ ગઇ છે. પુરૂષોએ રસોડામાં એન્ટ્રી કરીને કેટલાક કેસોમાં મહિલાઓના બોજને ઘટાડી દેવામાં ભૂમિકા અદા કરી છે. રસોડાના અસ્તત્વ સામે હવે સંકટ જાવા મળે છે. સામાન્ય લોકોમાં આને લઇને હાલમાં જારદાર ચર્ચા પણ છેડાયેલી છે.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY