યુવાનોની આત્મહત્યાના કિસ્સાઓ સમાજની જીવલેણ બીમારીના ચિહ્નો છે. બળાત્કારની જેમ આત્મહત્યાના સમાચારો હવે રોજના થઈ પડ્યા છે. જીવન ટૂંકાવવાની ઘટનાઓ ભલભલા જારાવર હૈયાને પણ હચમચાવી દેતી હોય છે. યુવાન હોય કે અન્ય કોઈ પણ વયની વ્યકિત હોય આત્મહત્યા જેવા અંતિમ પગલાં પાછળ કોઈ કારણ અવશ્ય હોવાનું જ. કુમળુ માનસ ધરાવતા બાળકો, કિશોરો, કિશોરીઓ, યુવાનો, યુવતીઓ આજના સ્પર્ધાત્મક યુગમાં સ્પર્ધાનો શિકાર બનતા હોવાનું ઘણા કિસ્સા પરથી જાણી શકાય છે. આજની આર્થિક-સામાજિક સ્થિતિ મહદ્અંશે આત્મહત્યા તરફ દોરી જતી હોય છે.
આરંભમાં બાળક શાળામાં, પછી કાલેજમાં પોતાને તેજસ્વી પુરવાર કરવાની હોડમાં ઉતરે છે કે તેને ઉતરવું જ પડે છે. આપણી શૈક્ષણિક વ્યવસ્થાની કમનસીબી છે કે ૯૦ ટકા માર્ક્સ લઈ આવનાર બાળક પણ પોતે ‘હારી ગયો’ હોવાની લાગણી અનુભવે છે!
સ્પર્ધાનો માહોલ આપણા બાળકોના જીવનને ખતમ કરી રહ્યો છે. સ્પર્ધા તંદુરસ્ત હોવી અનિવાર્ય છે, પરંતુ આજકાલ જાવા મળતી કામ્પિટિશન ‘કિલર’ છે. જીવનની પ્રત્યેક ક્ષણે તમારે જા તમારી જાતને પુરવાર કર્યા કરવાનું હોય તો તમે માનસિક બીમારીના ઉંબરે પહોંચી ગયા છો એ વાત ચોક્કસ છે. સ્પર્ધામાં ઉતરેલા બાળક પર માતા-પિતા-વાલીઓ, શિક્ષકો એના સહ-અધ્યાયી – સૌની બાજનજર છે એની સૌથી પહેલી જાણ એ બાળકને હોય છે અને એટલે જ એ ‘શિકાર’ બની જતો હોય છે. એના સંવેદનશીલ સ્વભાવ પર સ્પર્ધાનો હથોડો ઠોકાયા જ કરતો હોય છે. આમાંથી બહુ ઓછા બાળકો બચી જતા હોય છે.
શાળાની સ્પર્ધામાંથી માંડ માંડ બહાર નીકળનાર બચ્ચાએ કાલેજમાં વિકરાળ સ્વરૂપ ધારણ કરીને બેઠેલી કામ્પિટિશનો માટે સજ્જ રહેવું પડે છે. અહીં શરૂ થાય છે વધુ આકરી કસોટી. કાલેજ બાદ કોઈ ઉચ્ચ અભ્યાસ કે પ્રોફેશનલ કોર્સ એનું સ્વાગત કરવા તૈયાર હોય છે. સૌથી ઉપરને પગથિયે નોકરી-વ્યવસાય છે. નોકરી મેળવવાની સ્પર્ધામાંથી જા પાર પડ્યા તો નોકરી ટકાવી રાખવાની સ્પર્ધા. આૅફિસમાં સહ-કર્મચારીઓ સાથેની કટ્ટર પ્રતિસ્પર્ધા યુવાનના અંગત જીવન પર ઘેરી અસર પાડે છે.
આજે આર્થિક-સામાજિક કારણો પણ ઘણા અકળાવનારા છે. દેવું કરીનેય સમાજમાં ‘મોભો’ જાળવી રાખવાને ‘આધુનિક જીવનશૈલી’ જેવું રૂપાળું નામ અપાયું છે. આજનો સમાજ ‘પછેડી એવડી સોડ’ તાણવામાં માનતો નથી. લોકોની માનસિક તણાવનું આ મૂળ અને મુખ્ય કારણ છે. આને લીધે ડિપ્રેશનમાં સરી જવું સરળ બની જતું હોય છે. સમાજમાંથી સાદગી નીકળી ગઈ અને તેને સ્થાને ભપકા આવી ગયા. નબળા હૃદયના વિદ્યાર્થીઓ ડિપ્રેશનમાં આત્મહત્યાનું પગલું ભરી લેતા હોવાના દાખલા છે તો બીજી બાજુ દેખાદેખીમાં માથે દેવું કરીને પણ જીવન જીવતા થાકી ગયા બાદ ઝેર ઘોળી લેનારાઓના પણ કિસ્સા સામાન્ય બની ગયા છે.
આજના જમાનામાં ડિપ્રેશન નામની બીમારી કૅન્સર કરતાય ખતરનાક છે. એમાંય જા ડિપ્રેશન દરમિયાન આત્મઘાતક પગલાંનાં વિચારો આવે તો એ તરંગો ગંભીર પરિણામો લાવવામાં ઘણી વાર સફળ રહે છે. જીવ ગુમાવનારના માતા-પિતાનું શેષ જીવન ઝેર થઈ જાય છે. આ માટે તેઓ કોને જવાબદાર ઠેરવે? આર્થિક-સામાજિક વ્યવસ્થાને? સ્પર્ધાત્મક વાતાવરણને? ડિપ્રેશનની ખાઈમાં ધકેલનાર ઓફિસ પાલિટિક્સને? આજની શૈક્ષણિક સિસ્ટમને? સમગ્ર સમાજ માટે આ પ્રશ્ર્ન મૂંઝવનારો તો છે જ પણ લજાવનારો વધુ છે. શાળાના શિક્ષકો, પ્રિન્સિપાલો, કાઉન્સેલરો, મનોચિકિત્સક, કેળવણીકારો, બુદ્ધિજીવીઓએ આ ઘટનામાંથી બોધપાઠ લીધો છે.
નિર્દોષોને જીવ આપતા અટકાવી શકાય એવી સમાજવ્યવસ્થા, ઍજ્યુકેશન સિસ્ટમ ઊભી કરવી અનિવાર્ય છે. એની સાથે સાથે પોતાના વ્હાલસોયા આપ્તજનોને ગુમાવનારા કુટુંબ તથા તેના મોભીઓની પણ સાર-સંભાળ લેવી જરૂરી છે, એવું મનોચિકિત્સકોનું દૃઢપણે માનવું છે.
શાળામાં બાળક એકલું રહેવાનું પસંદ કરે, માર્ક્સ ઓછા આવવા લાગે તો સમજવું કે એનામાં આત્મઘાતી વિચાર સળવળી રહ્યા છે, એવું મનોચિકિત્સકો કહે છે. મતલબ શાળાના શિક્ષકોની આવા બાળકોને ‘એટેન્ડ’ કરવાની પહેલી જવાબદારી છે. બાળકનું આત્યાંતિક પગલું ત્યાં જ અટકી શકે.
આત્મહત્યાના કિસ્સાઓને અટકાવવાના પ્રયાસમાં ઘણી શિબિરો યોજાય છે. શાળા-કાલેજના પ્રિન્સિપાલો, શિક્ષકો, મનોચિકિત્સકો, કાઉન્સેલરો, પોલીસ અધિકારીઓ સુઝાવો પણ આપે છે અને એનો અમલ મહદ્અંશે થઈ રહ્યો પણ છે, પરંતુ આ વિશેની જાગૃતિ-અભિયાનને જારશોરથી ઉઠાવવાની હજી જરૂર છે. કોઈ એકલદોકલ નહીં સામૂહિક પ્રયાસો ઘણું સારું પરિણામ લાવી શકે એમ છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



