બુલેટ ઝડપે વધતો ફુગાવો: 5.77 ટકા થઇ ચાર વર્ષની ટોચે, પ્રજા મોંઘવારીથી ત્રાહિમામ

0
151
રિટેલ પછી જથ્થાબંધ ફુગાવો પણ વધ્યો
– આગામી મહિનામાં રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા નાણાકીય નીતિમાં વ્યાજ દરોમાં વધારો કરે તેવી શક્યતા

મે માં જથ્થાબંધ ફુગાવો 4.43 ટકા અને ગયા વર્ષે જૂનમાં 0.99 ટકા હતો
– જૂનમાં બટાકાના ભાવમાં 99.02 ટકાનો વધારો, શાકભાજીનો ફુગાવો 8.2 ટકા

જૂનમાં શાકભાજી અને ઇંધણના ભાવ વધવાને કારણે જથ્થાબંધ ભાવાંક આધારિત ફુગાવો વધીને ૫.૭૭ ટકા થઇ ગયો છે. જે ચાર વર્ષની ઉંચી સપાટી દર્શાવે છે. ફુગાવો વધવાને કારણે આગામી મહિનામાં રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા નાણાકીય નીતિમાં વ્યાજ દરોમાં વધારો કરે તેવી શક્યતા છે. આજે જારી કરાયેલા સરકારી આંકડા મુજબ મે મહિનામાં હોલસેલ પ્રાઇસ ઇન્ડેક્ષ (ડબ્લ્યુપીઆઇ) આધારિત ફુગાવો ૪.૪૩ ટકા હતો. ગયા વર્ષે જૂન મહિનામાં આ ફુગાવો ૦.૯૦ ટકા હતો. ડિસેમ્બર, ૨૦૧૩માં આ ફુગાવો ૫.૯ ટકા હતો. ત્યાર પછીનો આ સૌથી ઉંચો ફુગાવો છે. ઉલ્લેખનીય છે કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા નાણાકીય નીતિ નક્કી કરતી વખતે રિટેલ ફુગાવો ધ્યાનમાં લેતી હોય છે. આ રિટેલ ફુગાવો જૂન મહિનામાં પાંચ ટકા હતો. જે પાંચ મહિનાની ઉંચી સપાટીએ છે. આ ફુગાવો કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્ષને આધારે ગણવામાં આવે છે. આરબીઆઇએ ફુગાવો ૪ ટકા રાખવાનો લક્ષ્યાંક નક્કી કર્યો છે. તાજેતરમાં જારી કરાયેલા ફુગાવાના આંકડા મુજબ ખાદ્ય વસ્તુઓનો ફુગાવો જૂન મહિનામાં ૧.૮૦ ટકા હતો. જે મે મહિનામાં ૧.૬૦ ટકા હતો. જૂન મહિનામાં શાકભાજીનો ફુગાવો વધીને ૮.૧૨ ટકા હતો. જે મે મહિનામાં ૨.૫૧ ટકા હતો. જૂન મહિનામાં ઇંધણ અને વીજળી સેક્ટરનો ફુગાવો વધીને ૧૬.૧૮ ટકા થયો છે. જે મે મહિનામાં ૧૧.૨૨ ટકા હતો. જૂન મહિનામાં બટાકાના ભાવમાં ૯૯.૦૨ ટકાનો વધારો થયો છે. મે મહિનામાં બટાકાનો ફુગાવો ૮૧.૯૩ ટકા હતો. જૂન મહિનામાં ડુંગળીના ભાવમાં ૧૮.૨૫ ટકાનો વધારો થયો છે. જ્યારે મે મહિનામાં ડુંગળીના ભાવ ૧૩.૧૦ ટકા વધ્યા હતાં.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY