કોલ્ડ સ્ટોરેજ અને એસી પ્લાન્ટની પણ સુવિધા ઊભી કરવામાં આવશે
સુરત,તા.૨૦
સુરત એરપોર્ટ ઉપર ફૂડ-એગ્રો તથા મરીન ઇન્ડસ્ટ્રીને કેન્દ્રમાં રાખીને કોલ્ડ સ્ટોરેજ અને એસી પ્લાન્ટની પણ સુવિધા ઊભી કરવામાં આવનારી છે. સુરત એરપોર્ટ ઉપર સતત વધી રહેલા એરટ્રાફિક સાથે ટ્રેડ અને ઇન્ડસ્ટ્રીના પાર્સલ-ગુડઝ કાર્ગો માટેની સુવિધા શરૂ કરવાનું આયોજન થઇ રહ્યું છે. હાથ ધરાયેલા કાર્ગો પ્રોજેક્ટ પૂર્ણતાને આરે છે. માર્ચ ૨૦૧૯ સુધીમાં કાર્ગો ટર્મિનલ કાર્યરત થવાનો અંદાજ છે. ત્યારે કાર્ગોની સાથે સાથે કોલ્ડ સ્ટોરેજ હાથ ધરાયો છે. જે માટે ટેન્ડર બહાર પાડવામાં આવ્યું છે. .
સુરત એરપોર્ટ સાથે સંકળાયેલા જાણકારો મુજબ ઔદ્યોગિક સિટી સુરતના વેપાર-ઉદ્યોગને સપોર્ટ મળી શકે તે માટે સુરત એરપોર્ટ ઉપર કાર્ગો સુવિધા શરૂ કરવા નિર્ણયકરવામાં આવ્યો હતો. ઓક્ટોબર ૨૦૧૬માં સુરત એરપોર્ટ ઉપર કાર્ગો ટર્મિનલ બનાવવાનો વહિવટી નિર્ણય કરાયો હતો. જે અંગે રૂપિયા ૮ કરોડનો પ્રોજેક્ટ મંજૂર થયા બાદ તેના નિર્માણની કામગીરી ચાલી રહી છે. એટીસી ટાવર તથા ટર્મિનલ બિલ્ડિંગ વચ્ચેના વિસ્તારમાં તૈયાર થઇ રહેલા આ ટર્મિનલમાં ગ્રાઉન્ડ ફ્લોર તથા ફર્સ્ટ ફ્લોની બાંધકામ થઇ રહ્યું છે. કુલ ૨૦૦૦ ચો.મીટરનું બાંધકામ થઇ રહ્યું છે. જે અંતિમ તબક્કામાં છે.
એરપોર્ટ ઉપર ફૂડ-એગ્રો તથા મરીન ઇન્ડસ્ટ્રીને કેન્દ્રમાં રાખીને કોલ્ડ સ્ટોરેજ અને એસી પ્લાન્ટની પણ સુવિધા ઊભી કરવામાં આવનારી છે. જે માટે ટેન્ડર ઇન્વાઇટ કરવામાં આવ્યા છે. રૂપિયા ૪૬.૫૦ લાખના ખર્ચે કોલ્ડ સ્ટોરેજ સુવિધા ઊભી કરવામાં આવશે. ફેબ્રુઆરી સુધીમાં આ કામગીરી પૂરી થાય તેવો અંદાજ છે. જે બાબતને કેન્દ્રમાં રાખતા માર્ચ ૨૦૧૯ સુધીમાં કાર્ગો ટર્મિનલ કાર્યરત થવાનો અંદાજ છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




