કોઈ પણ વ્યક્તિ કોઈ પણ બેંકમાં ખાતા વગર લોકર ખોલાવી શકશે : આરબીઆઈ

0
13

ન્યુ દિલ્હી,તા.૨૦
જો તમારે બેંકમાં લોકર ખોલાવવાનું છે તો બેંક જતા પહેલા જાણી લો લોકરના નિયમ શું છે. આરબીઆઈ બેંકએ લોકર્સના નિયમ નક્કી કર્યા છે. આરબીઆઇ નોટિફિકેશન પ્રમાણે કોઇ પણ માણસ કોઇ પણ બેંકમાં ખાતા વગર લોકર ખોલાવી શકે છે.
ઇમ્ૈં નિયમો પ્રમાણે બેંક લોકરના ૩ વર્ષના ભાડા અને લોકર તોડાવવા પર ચાર્જ વસૂલ કરવાની અમાઉન્ટ જેટલી હ્લડ્ઢ ખોલવવા માટે બેંક કહી શકે છે. લોકરમાં રાખેલી ચીજા માટે બેંકો માટે જવાબદાર નથી.
બેંકોમાં લોકર માટે વર્ષનું ભાડું નક્કી છે. સરકારી બેંક એક લોકર માટે વર્ષના ૧૦૦૦ થી ૭૦૦૦ની વચ્ચે ફી રહેલી છે. ખાનગી બેંક ૩૦૦૦ રૂપિયાછી ૨૦,૦૦૦ રૂપિયાની વચ્ચે ફી લે છે. જો કોઇ કારણથી ઇમરજન્સીમાં લોકર તોડવું પડે તો કસ્ટમર્સને એનો ચાર્જ આપવો પડે છે. લોકરની ચાવી ખોવાઇ જઇ તો પણ ચાર્જ આપવો પડે છે.
દરેક લોકરની બે ચાવી હોય છે. એક ચાવી ગ્રાહકની પાસે હોય છે. બીજી ચાવી બેંકની પાસે હોય છે. બંને ચાવીઓ લગાવ્યા બાદ જ લોકર ખુલે છે. એનો અર્થ એ છે કે ગ્રાહક જ્યારે પણ લોકર ઓપરેટ કરવા ઇચ્છે, એને એની જાણકારી બેંકને પણ આપવી પડશે. વર્ષમાં તમે કેટલી વખત લોકર ઓપરેટ કરશો એનો પણ સમય નક્કી કરવામાં આવ્યો છે.
(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY