મેગા જાબફેરમાં રજીસ્ટ્રેશન ન કરનારી કોલેજો સામે શિક્ષણ વિભાગની લાલઆંખ

0
25

ગાંધીનગર,તા.૪
વિદ્યાર્થીઓને કોલેજમાંથી નોકરી મળી રહે તે હેતુથી શિક્ષણ વિભાગ દ્વારા કોલેજમાં જાબફેરનું આયોજન કરવામાં આવે છે. હાલમાં રાજ્યભરમાં શિક્ષણ વિભાગ દ્વારા મેગા જાબ ફેરનુ આયોજન કરવામાં આવ્યું છે. આ જાબફેરમાં રાજ્યની અનેક કોલેજાએ વિદ્યાર્થીઓના રજીસ્ટ્રેશન કરાવ્યા નથી.
જે કોલેજાએ મેગા જાબફેરમાં રજીસ્ટ્રેશન નથી કરાવ્યા તે કોલેજ સામે શિક્ષણ વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે. વિદ્યાર્થીઓનું રજીસ્ટ્રેશન ન કરનારી ૪૮ કોલેજાની શિક્ષણ વિભાગ દ્વારા ગ્રાન્ટ કાપવાની નોટિસ આપવામાં આવી છે. મહત્વનુ છે કે, શિક્ષણ વિભાગ દ્વારા ગ્રાન્ટેડ અને સરકારી કોલેજાને રજીસ્ટ્રેશન માટે સુચના આપવામાં આવી હતી.
આપને જણાવી દઇએ કે, શિક્ષણ વિભાગની સુચના બાદ પણ કોલેજા દ્વારા અવગણના કરવામાં આવતા કાર્યવાહી કરવામાં આવી છે. ત્યારે હવે શિક્ષણ વિભાગ દ્વારા વિદ્યાર્થીઓના રજીસ્ટ્રેશન ન કરનારી કોલેજાની ગ્રાન્ટ કાપવામાં આવશે.
મળતી માહિતી મુજબ અમદાવાદની આર.જે ટિબ્રેવાલ અને એચ.કે કોમર્સ કોલેજ દ્વારા પણ રજીસ્ટ્રેશન કરાવવામાં આવ્યું નથી. કોલેજા દ્વારા રજીસ્ટ્રેશન ન કરવામાં આવતા અનેક સવાલ ઉઠી રહ્યા છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY