પાળીયાદ વિસામણ બાપુની જગ્યાના મહંત પુજ્ય નિર્મળાબાને કુંભમેળામાં 1008 મહામંડલેશ્વરની પદવી અર્પણ

0
81

બોટાદ જીલ્લાના પાળીયાદના સુપ્રસિધ્ધ શ્રી વિસામણબાપુ ની જગ્યાના વર્તમાન મહંત પુજ્ય નિર્મળાબાને પ્રયાગરાજ(અલ્હાબાદ) ખાતે ના કુંભમેળા માં નિર્મોહી અખાડાના રાષ્ટ્રીય અધ્યક્ષ રાજેન્દ્રદાસ બાપુ અને પ્રસિધ્ધ કથાકાર મોરારીબાપુ સહીત નિર્મોહી અખાડા ના અનેક સંતો મહંતો ની ઉપસ્થિતીમાં 1008 મહામંડલેશ્વર ની પદવી અર્પણ કરવામાં આવી છે જ્યારે સોમવતી અમાસ ના દિવસ પાળીયાદ જગ્યા ના મહંત પુજ્ય નિર્મળાબા પાળીયાદ પધારતા બસસ્ટેશન પાસે તેમનુ સામૈયુ કરવામાં આવ્યુ હતુ અને ત્યાથી ભવ્ય શોભાયાત્રા નિકળી હતી પાળીયાદ ના જાહેર માર્ગો ઉપરથી આ શોભાયાત્રા નિકળતા હજ્જારો ભકતો શોભાયાત્રા માં જોડાયા હતા અને પાળીયાદ ના જાહેર માર્ગો નાના પડ્યા હતા આ શોભાયાત્રામાં ઘોડે સવારો,રાસ મંડળી એ ખાસ આકર્ષણ જમાવ્યુ હતુ વાજતે ગાજતે ભક્તીમય વાતાવરણ વચ્ચે શોભાયાત્રા વિસામણબાપુ ની જગ્યા માં પહોચી હતી જ્યા નિર્મળાબા ના સાનિધ્ય માં સત્સંગ સભા યોજાઈ હતી પાળીયાદ ગામ તથા ભક્તો દ્વારા 1008 મહામંડલેશ્વર પુજ્ય નિર્મળાબા નુ ફુલહાર થી સન્માન કરવામાં આવ્યુ હતુ પાળીયાદ વિસામણ બાપુની જગ્યાના મહંત પુજ્ય નિર્મળાબા ને 1008 મહામંડલેશ્વર ની પદવી મળતા સમગ્ર પાળીયાદ વિહળ પરિવાર અને સમસ્ત સનાતમ ધર્મ જગત માં ગૌરવની લાગણી પ્રસરી ગઈ હતી ભક્તો માં ખુશીની લહેર છવાઈ ગઈ હતી

રિપોર્ટર-વિપુલ લુહાર,રાણપુર

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY