ગાંધીનગર,તા.૨૨
રાજ્યમાં ફરી એકવાર મગફળી કૌભાંડ સામે આવ્યું છે. કચ્છના ગાંધીધામમાં આવેલી શાંતિ ગોડાઉનમાં ખેડૂતોએ દરોડા પાડયા હતા. આ દરમિયાન મગફળીની ગુણીમાં પથ્થર અને માટીના ઢેફા નીકળ્યા હતા. આ મુદ્દે ફરી એક વાર વિપક્ષના નેતા પપરેશ ધાનાણીએ ઝંપલાવ્યું છે. ધાનાણીએ સરકાર અને સત્તાધારી ભાજપ પર સનસનીખેજ આક્ષેપો કર્યો છે. ધાનાણીએ કહ્યું કે સરકારના મળતિયાઓે કરોડો રૂપિયાનું કૌભાંડ કર્યુ છે. આ કૌભાંડમાં ભાજપના મળતિયાઓ જોડાયેલા છે. ધાનાણીએ એટલેથી ન અટકતાં ત્યાં સુધી કહ્યું કે મગફળી કૌભાંડના તાર સીએમ ઓફિસ સુધી જોડાયેલા છે.
ધાનાણીએ કહ્યું, ગુજરાતની જનતા સવાલ પૂછે કે કોના ઇશારે આ મગફળી કૌભાંડ છાવરવામાં આવી રહ્યું છે, તે સવાલ ગુજરાતની જનતા પૂછી રહી છે. પાપ છાપરે ચડીને પોકારી રહ્યું છે છતાં બે બે વર્ષ પછી રાજ્ય સરકાર મગફળી કાંડના મળતિયાઓને છાવરવામાં આવી રહી હતી. મગફળીમાંથી કાંકરા નીકળે તેનો સરકાર જવાબ આપે. સરકારના જ મળતિયાઓએ પહેલાં મગફળીના ગોડાઉન સળગાવ્યા હતા. મેં ૯૬ જગ્યાએ પ્રતિક ઉપવાસ ધરણા કર્યા હતા.
ધાનાણીએ હાઇકોર્ટના જજની અધ્યક્ષતા નીચે તપાસ થાય તેવી માંગણી કરતા ધાનાણીએ કહ્યું, “જો મગફળી કાંડની તટસ્થ તપાસ થાય તો મગફળી કાંડના તાર મુખ્યમંત્રી કાર્યલાય સુધી જાય તેવી પૂરતી શક્યતા છે. મગફળી કાંડમાં ચોકીદાર જ ચોર છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"


