ન્યુ દિલ્હી,તા.૩
ફાઈનાન્સ મિનિસ્ટ્રીએ કહ્યું છે કે ૨૦૧૮-૧૯માં દેશની અર્થવ્યવસ્થાની ગતી થોડી ધીમી થતી દેખાઈ છે, પરંતુ આવનારા વર્ષોમાં ઈકોનોમિક ગ્રોથ તેજ થવાનુ અનુમાન છે. મિનિસ્ટ્રીએ માર્ચ માટેના પોતાના માસિક રિપોર્ટમાં જણાવ્યું કે, આ મંદી પાછળ પ્રાઈવેટ કન્ઝપ્શનની ગ્રોથ ઘટના, ફિક્સ્ડ ઈન્વેસ્ટમેન્ટમાં સામાન્ય વૃદ્ધિ અને એક્સપોર્ટની ગતી ધીમી રહેવા જેવા પ્રમુખ કારણો છે.
દેશના સ્ટૈટિસ્ટિક્સ ઓફિસે ૨૮ જાન્યુઆરીના રોજ જાહેર પોતાના અનુમાનમાં નાણાકીય વર્ષ ૨૦૧૯માં જીડીપી ગ્રોથ ૭ ટકા રહેવાની વાત કહી હતી. આ અનુમાનથી ચોથા ક્વાર્ટરમાં ગ્રોથ આશરે ૬.૫ ટકા હોઈ શકે છે. રિપોર્ટમાં કહેવાયું કે સપ્લાયને લઈને પડકાર એગ્રીકલ્ચર સેક્ટરના ગ્રોથમાં કમીને રોકવા અને ઈન્ડસ્ટ્રીના ગ્રોથને જાળવી રાખવાનો છે.
રિપોર્ટમાં કહેવામાં આવ્યું કે મોનિટરી પોલિસી દ્વારા ગ્રોથને ગતી આપવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ ગત મહિને થયેલા પોલિસી રિવ્યુમાં રેપોરેટને ૦.૨૫ ટકા ઘટાડ્યો હતો.
આ પહેલા ફેબ્રુઆરીમાં રેપો રેટમાં આટલો જ ઘટાડો કરવામાં આવ્યો હતો. રિપોર્ટ અનુસાર, મોનિટરી પોલિસીમાં છૂટ આપવાથી ગ્રોથને વેગ મળશે, પરંતુ રેપો રેટમાં અત્યારના ઘટાડાની અસર બેંકોના લેંડિંગ રેટ પર હજી સુધી પડી નથી. આ કારણે ઈન્વેસ્ટમેન્ટમાં તેજી નથી આવી. કન્ઝ્યુમર અને હોલસેલ પ્રાઈઝ ઈન્ડેક્સથી માપવામાં આવતા ઈન્ફ્લેક્શનમાં ૨૦૧૮-૧૯માં ઘટાડો આવ્યો હતો. જા કે તાજેતરના સમયગાળામાં આમાં સામાન્ય તેજી આવી છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



