મુંબઈ,તા.૨૫
એશા ગુપ્તાને વધુ એક વખત ટ્રોલ્સે ટાર્ગેટ કરી છે. તેણે વાંધાજનક કોમેન્ટ્સનો સામનો કરવો પડી રહ્યો છે. હવે રિસન્ટલી તેણે સોશિયલ મીડિયા પર એક ફોટોગ્રાફ શૅર કરતાં તેની ટીકા થવા લાગી છે. આ ફોટોગ્રાફમાં તે ટોપલેસ જાવા મળી રહી છે. વાસ્તવમાં તેના અનેક ફોલોઅર્સને તેનો આ અંદાજ ગમ્યો નથી.
એક યૂઝરે લખ્યું કે, ‘એશાને કામ મળવાનું બંધ થઈ ગયું છે. એટલા માટે તેણે આ ફોટોગ્રાફ પોસ્ટ કર્યો છે.’ વાસ્તવમાં આ ફોટોગ્રાફ એ એશાના એક ફોટોશૂટનો એક ભાગ હતો. જેના વિશે બીજા એક યૂઝરે લખ્યું કે, ‘શરમ કર. ઇન્સ્ટાગ્રામ પર બાળકો પણ છે. બોલિવૂડમાં છે તું, થોડું દિમાગ લગાવ.’ બીજા એકે લખ્યું કે, ‘સાચે જ આ એક્ટ્રેસના ખરાબ દિવસો આવ્યા છે.
આ પહેલાં પણ ટ્રોલ્સે અનેક વખત એશાને ટાર્ગેટ કરી છે. તેણે થોડા સમય પહેલાં જ કહ્યું હતું કે, ‘જ્યારે તેઓ કોઈ ફોરેનરને બિકિનીમાં જુએ છે ત્યારે તેમને એની સામે કોઈ વાંધો હોતો નથી. જાકે, તેઓ કોઈ ઈન્ડિયનને એમાં જુએ છે ત્યારે કોમેન્ટ પાસ કરે છે. મહિલાઓ પુરુષોને ઉશ્કેરતી નથી. એ તો ખરાબ માનસિકતાના કારણે થાય છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



