ગાંધીનગરમાં મુખ્યમંત્રીએ વિજેતા શાળાઓના વિદ્યાર્થીઓને પાઠવ્યા અભિનંદન
મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ સમગ્ર દેશમાં ગ્રીન એન્ડ સસ્ટેનેબલ સ્કૂલ તરીકે પ્રથમ અને દ્વિતીય ક્રમે વિજેતા બની એવોર્ડ મેળવનાર ભરૂચ જિલ્લાની આંકલવા અને ડાંગ જિલ્લાની ગોંડલવિહિર સરકારી પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓનું સન્માન કરી તેમને અભિનંદન આપ્યા હતા.
સર્વશિક્ષા અભિયાનના ગ્રીન સ્કૂલ પ્રોજેકટ હેઠળ રાજ્યમાં ર૪૧ સરકારી પ્રાથમિક શાળાઓ ગ્રીન એન્ડ સસ્ટેનેબલ સ્કૂલ તરીકે કાર્યરત છે તેમાંથી આ બે શાળાઓએ સમગ્ર ભારતમાં પ્રથમ અને દ્વિતીય સ્થાન મેળવવાનું ગૌરવ મેળવ્યું છે.
મુખ્યમંત્રીએ આ બંને શાળાના વિદ્યાર્થીઓ તથા શાળાના આચાર્યોને અભિનંદન આપ્યા હતા અને અંતરિયાળ ગ્રામીણ બાળકોની આ પહેલને બિરદાવી હતી.
આ પ્રસંગે શિક્ષણ રાજ્યમંત્રી વિભાવરીબહેન દવે, શિક્ષણ સચિવ વિનોદ રાવ, સ્ટેટ પ્રોજેકટ ડાયરેકટર પી. ભારથી ઉપસ્થિત રહ્યા હતા.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




