દક્ષિણ ગુજરાતમાં જોરદાર ઠંડી : વલસાડમાં આખા રાજ્યનું સૌથી નીચુ તાપમાન નોંધાયું

0
6

ગઈકાલે સમગ્ર રાજ્યોમાં ૧૦.૭ ડિગ્રી સાથે નવસારી સૌથી વધુ ઠંડુ આજે વલસાડમાં સૌથી વધુ ઠંડી
સુરત, તા. ૧૧
સમગ્ર દક્ષિણ ગુજરાતમાં શિયાળો જામી રહ્ના છે. ઉત્તર દિશાથી ફૂંકાતી શિતલહેરના લીધે ફુલગુલાબી ઠંડીનો અનુભવ થઈ રહ્ના છે. આગામી દિવસોમાં તાપમાનનો પારો ઘટશે અને ઠંડીનો ચમકારો વધશે.
સુરત હવામાન વિભાગના સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ આજે શહેરનું અધિકત્તમ તાપમાન ૩૦.૮ ડિગ્રી અને ન્યુનત્તમ તાપમાન ૧૬.૬ ડિગ્રી નોંધાયુ઼ છે. હવામાં ભેજનું પ્રમાણ ૭૫ ટકા અને હવાનું દબાણ ૧૦૧૫.૬ મીલીબાર નોîધાયું છે. ગત રોજની સરખામણીએ એક ડિગ્રી તાપમાનમાં વધારો નોંધાયો છે.છતાં પણ ઠંડા પવનના લીધે ઠંડીનો ચમકારો યથાવત રહ્ના છે.
નવસારી હવામાન વિભાગની કચેરી દ્વારા મળતી માહિતી મુજબ આજરોજ અધિકત્તમ તાપમાન ૩૦.૪ ડિગ્રી અને ન્યુનત્તમ તાપમાન ૧૨.૪ ડિગ્રી નો઼ધાયું છે. ગતરોજની સરખામણીએ આજે નવસારીમાં તાપમાન ૧ ડિગ્રીનો સુધારો થયો છતાં પણ ઠંડી : યથાવત રહી હતી.
વલસાડ હવામાન વિભાગના સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ આજે અધિકત્તમ તાપમાન ૩૧.૪ ડિગ્રી અને ન્યુનત્તમ તાપમાન ૧૧.૧ ડિગ્રી નોંધાયું છે. રાજ્યમાં આજે સૌથી વધુ ઠંડી વલસાડમાં નોંધાઈ છે. ગતરોજની સરખામણીએ આજે ૨ ડિગ્રી તાપમાન ઘટયું છે. વલસાડ શહેરની સાથે ગ્રામ્ય વિસ્તારોમાં કડકડતી ઠંડીનો અનુભવ થયો સવારના સમયે શાળા કોલેજમાં જનારા વિદ્યાર્થીઅો અને નોકરી ધંધાર્થે જનારાઅોને ઠંડીથી ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY